...
   

વિનેશ ફોગાટને કેમ ના મળ્યુ સિલ્વર મેડલ? જુઓ સચોટ કારણ! જાણો CAS ઓલમ્પિક કમિટીએ આ શું કહ્યુ?

જાણો કેમ વિનેશ ફોગાટના હકમાં ના ગઇ વસ્તુઓ ! કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ જણાવ્યુ કારણ

પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન ભારતીય સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટે 6 ઓગસ્ટના રોજ સતત 3 મેચ જીતીને 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલ પાક્કો કરી લીધો હતો. જો કે, ગોલ્ડ મેડલ મેચ 7 ઓગસ્ટની રાત્રે યોજાવાની હતી, પરંતુ વિનેશને તે જ સવારે ડિસક્વોલિફાય ઠેરવવામાં આવી કારણ કે મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ આવ્યુ. તેની માંગ હતી કે તેને આ ઈવેન્ટમાં જોઈન્ટ સિલ્વર મેડલ આપવામાં આવે. પરંતુ આ કેસમાં નિર્ણય 14 ઓગસ્ટે આવ્યો અને CASએ વિનેશની અપીલને ફગાવી દીધી. તે સમયે CAS એ નિર્ણયની માત્ર જાહેરાત કરી હતી, આ નિર્ણય અંગે કોઈ નિવેદન અથવા અહેવાલ જારી કર્યો નહોતો, પરંતુ હવે CASએ સોમવારે એટલે કે 19 ઓગસ્ટના રોજ આ નિર્ણયનો વિગતવાર અહેવાલ જાહેર કર્યો છે, જેમાં લાંબી પ્રક્રિયાની વિગતો આપવામાં આવી છે.

CASનો આ નિર્ણય અહેવાલ 24 પાનાનો છે. આમાં CAS કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ વાતમાં કોઇ વિવાદ નથી કે વિનેશ ફોગાટ બીજી વખત ફાઈનલ પહેલા વજન દરમિયાન નિષ્ફળ સાબિત થયો થઇ એટલે કે તેનું વજન વજનની શ્રેણી કરતાં થોડુ વધુ મળ આવ્યુ. વિનેશનું માનવુ હતુ કે એક નાની અધિકતા (100 ગ્રામ વજન) છે. આને માસિક ધર્મ, વોટર રેટેન્સન, હાઇડ્રેેટની જરૂરત અને એથલીટ વિલેજ સુધીની યાત્રા સમયના કારણે સમય ના મળી શક્યો વગેરે કારણોને સમજી શકાય છે. એથ્લેટ્સ માટે સમસ્યા એ છે કે વજન સંબંધિત નિયમો સ્પષ્ટ છે અને દરેક માટે સમાન છે.

એમાં કેટલુ વધારે છે તે જોવા માટે કોઈ સહિષ્ણુતા પૂરી પાડવામાં આવતી નથી. તે સિંગલેટ (ફાઇટિંગ દરમિયાન પહેરવામાં આવતી જર્સી)ના વજન માટે પણ મંજૂરી આપતું નથી. એ પણ સ્પષ્ટ છે કે એથ્લેટે પોતે જોવું પડશે કે તેનું વજન નિયમો મુજબ છે કે નહીં. એકમાત્ર મધ્યસ્થ આનો અમલ કરવા માટે સંપૂર્ણપણે બંધાયેલા છે. એકમાત્ર મધ્યસ્થ એ દલીલમાં પણ દમ દેખે છે કે ફાઈનલ પહેલા જે વજન માપ કર્યુ હતુ તે નિયમ વિરૂદ્ધ હતુ તો વિનેશને માત્ર ફાઇનલ માટે અયોગ્ય માનવામાં આવે. એટલે કે તેને સિલ્વર આપવો જોઇએ પણ દુર્ભાાગ્યથી આવેદક માટે નિયમોમાં આ સુવિધા પ્રદાન કરવામાં આવી નથી.

એથલીટે એ અનુરોધ કર્યો કે અપીલ કરવામાં આવેલ નિર્ણયને એવી રીતે અલગ રાખવામાં આવે કે નિયમોના અનુચ્છેદ 11માં આપવામાં આવેલ પરિણામ લાગુ ન થાય કે અનુચ્છેદ 11ને એ રીતે સમજાવામાં આવે કે ટૂર્નામેન્ટમાં છેલ્લા દોર પર લાગૂ થાય અને આ ટૂર્નામેન્ટના શરૂઆતથી જ લાગુ ન હોય. આ વિવાદનો વિષય નથી કે એથલીટ બીજા વજન-માપમાં અસફળ રહી. આવેદકના નિયોમાં અનુચ્છેદ 11ને પડકાર નથી આપ્યો. આનો મતલબ છે કે નિર્ણય કાનૂની રૂપથી લેવામાં આવ્યો છે અને અનુચ્છેદ 11 લાગુ થાય છે.

એથલીટે એ પણ માગ કરી છે કે વજનના નિયમોમાં આપવામાં આવેલ લિમિટને એ દિવસની તેની વ્યક્તિગત પરિસ્થિતિઓ અનુસાર બદલવામાં આવે અને એ લિમિટ પર સહનશીલતા લાગુ કરવી જોઈએ. મતલબ કે 100 ગ્રામ વજનને વધુ પડતું ન ગણવું જોઈએ અને 50 કિલો વજનની શ્રેણીમાં રમવાની પરવાનગી આપવી જોઈએ. પરંતુ નિયમો પર નજર કરીએ તો આવી કોઈ છૂટ આપવાની જોગવાઈ નથી. નિયમો સ્પષ્ટ છે કે 50 કિલો વજન એક મર્યાદા છે. વ્યક્તિગત સગવડ કે વિવેક માટે કોઈ જોગવાઈ નથી. રમતવીર પ્રથમ દિવસે વજન માપવામાં સફળ રહી હતી એટલે કે વજન નિયમ મુજબ હતું. તેણે બીજા દિવસે એટલે કે ફાઈનલ પહેલા પણ વજન માપવામાં સફળ થવાનું હતુ.

નિયમોની કલમ 11ના અમલને કારણે તે (વિનેશ) ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ અને કોઈપણ રેન્ક વિના છેલ્લા સ્થાને આવી ગઈ. તેની પાસેથી સિલ્વર મેડલ પણ છીનવાઇ ગયો, જે તેણે સેમિફાઇનલ જીતીને નિશ્ચિત કરી દીધો હતો. વિનેશ નથી ઈચ્છતી કે અન્ય કોઈ રેસલર તેનો મેડલ ગુમાવે. તે સંયુક્ત રીતે બીજો સિલ્વર મેડલ ઈચ્છે છે. આવી સ્થિતિમાં એવો કોઈ નિયમ નથી કે જેના આધારે અરજદાર (વિનેશ)ને સંયુક્ત રીતે બીજો સિલ્વર મેડલ આપવાની સુવિધા આપવામાં આવે તે સ્પષ્ટપણે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમોમાં જણાવવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં માત્ર સિલ્વર મેડલ જીતવા માટે જ નહીં પરંતુ તે ટુર્નામેન્ટમાં રમવા માટે પણ લાયક હોવો જ જોઈએ. નિયમોમાં આંશિક છૂટછાટ આપવાનો કોઈ અધિકાર નથી.

Shah Jina