રીલ બનાવવું પડ્યુ ભારે…પબ્લિકે સ્કૂટી ઉઠાવી ફ્લાયઓવરથી ફેંકી દીધી નીચે- જુઓ વીડિયો

રીલ્સ બનાવવા વાળાથી પરેશાન હતા લોકો, નારાજ થઇને ફ્લાયઓવરથી ફેંકી દીધી સ્કૂટી, વીડિયો વાયરલ

બાઇક સ્ટંટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે, જે રસ્તા પર ચાલતા સામાન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. પરંતુ આ વખતે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ટંટમેનને પાઠ ભણાવવા માટે લોકોએ એવું પગલુ ઉઠાવ્યુ કે જોઇ બધા આશ્ચર્યમાં મૂકાઇ ગયા, વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના બેંગલુરુની છે.

યુવકોએ વ્હીલ સ્ટંટ કરતા અહીના સ્થાનિક લોકો નારાજ થયા હતા અને સ્ટંટમેનથી કંટાળીને ગ્રામજનોએ આ યુવકોને ઘેરી લીધા અને તેમને પાઠ ભણાવવા માટે તેમનું સ્કૂટી ફ્લાયઓવર પરથી ફેંકી દીધું. આ વીડિયો સામે આવતા જ વાયરલ થઈ ગયો. જણાવી દઈએ કે વ્હીલ સ્ટંટ એટલે બાઇકના આગળના વ્હીલને હવામાં ઊંચકીને ડ્રાઇવિંગ કરવું.

બેંગલુરુના રસ્તાઓ પર કરવામાં આવતા આવા સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. ત્યારે હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં હાઈવે પર એક ભીડ બે વ્હીકલ ફેંકતી જોવા મળી રહી છે. કોઈએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી અને તે બાદ આ વાયરલ થઇ ગઇ.

Shah Jina