ટીચરે મહિલા શિક્ષિકાને કર્યા અશ્લીલ ઇશારા, વીડિયો વાયરલ થયા બાદ તપાસના આદેશ
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક શિક્ષકનો મહિલા શિક્ષિકા સાથે અશ્લીલ હરકતો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ખુરશી પર બેઠેલો શિક્ષક મહિલા શિક્ષિકાને અશ્લીલ ઇશારા કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ શિક્ષકનું કહેવું છે કે આ વીડિયો જૂનો છે અને તેને બદનામ કરવા માટે કોઈએ વીડિયો વાયરલ કર્યો છે. શિક્ષિકા તેના સંબંધી છે. વાયરલ વીડિયોની નોંધ લેતા અધિકારીઓએ તપાસ કરી કાર્યવાહીની માંગ કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો ઉન્નાવ જિલ્લાના પુરન નગર સ્થિત જય હનુમાન ઈન્ટર કોલેજનો હોવાનું કહેવાય છે. વાયરલ વિડિયોમાં અશ્લીલ હરકતો કરતા જોવા મળતો શિક્ષક જય હનુમાન ઈન્ટર કોલેજનો મેનેજર છે અને તેનું નામ રવિ પ્રકાશ ગોયલ છે. વાયરલ વીડિયોમાં તે હાથમાં પેન પકડીને સામે બેઠેલા એક શિક્ષિકાને કહી રહ્યો છે કે જો તમારે રહેવું હોય, કેવી પણ રીતે મારા ત્યાંતો એક શરત છે.
આટલું કહ્યા બાદ તે ગાલ પર આંગળી ચીંધે છે અને હસવા લાગે છે. ઇશારો કરતા જ શિક્ષિકા ના પાડી દે છે અને કહે છે કે આ અમે નહિ માનીએ. આ ગંદી વાત છે સર. વીડિયો વાઈરલ થયા બાદ સ્કૂલ મેનેજરે પોતાનો ખુલાસો આપતા કહ્યું કે આ ફેક વીડિયો છે, વીડિયો જૂનો છે. કોઈએ તેને બદનામ કરવા માટે વાયરલ કર્યો છે અને ત્યાં બેઠેલા શિક્ષિકા તેના સંબંધી છે. તે તેની સાળી લાગે છે.
View this post on Instagram