...
   

1 રૂપિયાની માચિસથી થઇ શકતુ હતુ જે કામ એના માટે આ છોકરાએ 2 કરોડની સ્પોટ કાર કરી દીધી ચાલુ…જુઓ વીડિયો

કરોડોમાં વેચાવાવાળી પોર્શ કાર ખરીદવી એ ઘણા લોકોનું સપનું હોય છે. જો કોઇ જીવનમાં એકવાર પણ પોર્શ ખરીદી લે તો તેનું ખૂબ ધ્યાન રાખે છે. જો કે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક વ્યક્તિએ પોર્શ કાર સાથે કંઈક એવું કર્યુ કે જેનાથી લોકો ખૂબ ગુસ્સે થઈ ગયા. એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોર્શ કારના સાયલેન્સર વડે સિગારેટ સળગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન કંઈક એવું બને છે જેના માટે સિગારેટ સળગાવનાર વ્યક્તિ તૈયાર નથી હોતો.

આ વીડિયોને અત્યાર સુધી ઈન્ટરનેટ પર 13 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોમાં યલો પોર્શ કાર રોડ પર પાર્ક કરેલી જોઈ શકાય છે. વાહનની ડ્રાઇવિંગ સીટ પર પહેલેથી જ એક વ્યક્તિ છે. આ દરમિયાન પોર્શની પાછળ ઉભેલો એક વ્યક્તિ હાથમાં સિગારેટ લઈને કારના સાયલેન્સર પાસે ઉભો છે. કાર સ્ટાર્ટ થતાની સાથે જ તેની પાછળથી જ્વાળા બહાર આવે છે, જેના માટે વ્યક્તિ તૈયાર નથી. કારના સાયલેન્સરમાંથી જ્યોત બહાર આવતાની સાથે જ તે વ્યક્તિ તેના હાથમાંથી સિગારેટ છોડી દે છે અને આ પછી કેમેરાની ફ્રેમથી દૂર ખસી જાય છે.

આ વીડિયો 24 જુલાઈના રોજ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ રીલને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા @asad_khan165એ લખ્યું- સિગારેટ સળગાવવાનો આનાથી સારો રસ્તો કયો છે ? આને ઘર, સ્કૂલ કે ક્યાંય ન અજમાવશો. પીએસ: હું ધૂમ્રપાન કરતો નથી, ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કારનું નામ:- Porsche 718 Cayman in Racing Yellow Shade w/Flame Kit.

 

View this post on Instagram

 

A post shared by ASAD KHAN (@asad_khan165)

Shah Jina