પાકિસ્તાની દુલ્હનનું સપનું થયુ સાચુ, નિકાહ ફોટોશૂટમાં રિક્રિએટ કર્યો DDLJ નો આ ખાસ સીન, જોઇને નથી ભરાઇ રહ્યુ લોકોનું મન
ફેશનની કોઈ સીમા નથી હોતી અને પાકિસ્તાની દુલ્હન આઈશીએ પોતાના મનમોહક લગ્નથી એ સાબિત કરી બતાવ્યુ, જેમાં બોલિવુડ રોમાંસને પારંપારિક દુલ્હનની ભવ્યતા સાથે ખૂબસુરતીથી જોડવામાં આવ્યુ. તેના નિકાહ એ શાહરૂખ ખાનની ક્લાસિક ફિલ્મ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ) માટે એક શાનદાર ટ્રિબ્યુટ હતુ, જેણે તેના મોટા દિવસને એક સિનેમાઇ તમાશામાં બદલી દીધુ.
અલગ હોવા છત્તાં ભારત અને પાકિસ્તાનમાં બોલિવુડ પ્રત્યે ઊંડો પ્રેમ છે અને તેની ઝલક આઇશીના લગ્નમાં પૂરી રીતે જોવા મળી. તેણે વર્ષ 1995ની સુપર હિટ ફિલ્મના લોકપ્રિય ટ્રેન સીનને રિક્રિએટ કરી પોતાના ફંક્શનમાં બોલિવુડ મેજિક ટચ લાવી દીધો. ફોોટોગ્રાફર અર્સલાન અરશદે આ યાદગાર દ્રશ્યને દોહરાવતા આઇશીના મનમોહક ફોટોઝ ક્લિક કર્યા.
જ્યાં તે કાજોલના પાત્ર સિમરનની જેમ પોતાના દુલ્હા ફરદીનનો પીછો કરે છે, જે શાહરૂખ ખાનના રાજ તરફ દો઼ડે છે. આ ખૂબસુરત ટ્રિબ્યુટે ફિલ્મના ઇમોશનલ ટચને બતાવ્યુ, જેમાં બોલિવુડની જૂની યાદોને શુદ્ધ રોમાંસ સાથે મિક્સ કરવામાં આવ્યુ છે. આઇશીનો બ્રાઇડલ લુક ખૂબસુરત હતો. તેણે એક વિશાળ કૈન-કૈન સ્કર્ટ સાથે એક ક્લાસિક વ્હાઇટ લહેંગો, અડધા અસ્તરવાળો એક સ્વીટહાર્ટ-નેકલાઇન બ્લાઉઝ અને કિરણ બોર્ડર વાળો આકર્ષક ગ્રીન ડુપટ્ટો પસંદ કર્યો હતો.
View this post on Instagram