શ્રીલંકા વનડે સીરીઝ બાદ ક્યાં ગાયબ છે વિરાટ કોોહલી, સામે આવ્યો વીડિયો- રસ્તા પર શું કરી રહ્યો છે પૂર્વ કેપ્ટન
રસ્તો ક્રોસ કરવા વિરાટ કોહલી જોઇ રહ્યો હતો રાહ, લંડનથી સામે આવ્યો વીડિયો
લંડનમાં રસ્તા પર એકલો ફરતો જોવા મળ્યો વિરાટ કોહલી, વીડિયો થયો વાયરલ
T20 વર્લ્ડ કપમાંથી નિવૃત્તિ લીધા બાદ ODI ટીમમાં વાપસી કરેલ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની સીરીઝમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પ્રથમ વનડેમાં કોહલી 34 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. કોહલીએ બીજી વનડેમાં માત્ર 14 રન બનાવ્યા હતા. ત્રીજી વનડેમાં કોહલી 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
કોહલીએ ત્રણ મેચમાં કુલ 58 રન બનાવ્યા હતા. આ ત્રણેય મેચોમાં કોહલી સ્પિન બોલરો સામે ઘૂંટણ ટેકતો જોવા મળ્યો હતો. સીરીઝ બાદ કોહલી લંડન જવા રવાના થયો હતો. ત્યારે હવે તેનો લંડનથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોહલી લંડનના રોડ પર રોડ ક્રોસ કરવાની રાહ જોતો જોવા મળે છે.
T20માંથી સંન્યાસ લીધા બાદ કોહલી પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થવા જઈ રહ્યો છે, એવા સમાચાર અગાઉ આવી ચૂક્યા છે. ઘણીવાર કોહલી અને અનુષ્કાના કેટલાક વીડિયો પણ લંડનમાંથી સામે આવે છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યા બાદ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ લંડનના રસ્તા પર કોમનમેનની જેમ રોડ ક્રોસ કરતો જોવા મળે છે.
Virat Kohli on the London streets. 🐐pic.twitter.com/0WvBi9byXZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024