...
   

હાર્દિકથી અલગ થયા બાદ નતાશાનો નવો વીડિયો, નતાશાને મળ્યો સાથ, લોકોની માફી બાદ એક્ટ્રેસે કહી આ વાત

હાર્દિક-જૈસ્મિનના અફેરની ચર્ચાઓ વચ્ચે નતાશા સ્ટેનકોવિકની નવી પોસ્ટ, બોલી- જ્યારે સમ યોગ્ય આવશે ત્યારે…

હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા સ્ટેનકોવિક હાલમાં તેના 4 વર્ષના પુત્ર સાથે હોમટાઉન સર્બિયામાં છે. સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત પહેલા જ નતાશા તેના પુત્ર સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. જો કે, છૂટાછેડા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે નતાશાને ખૂબ ટ્રોલ કરી હતી. જો કે છૂટાછેડાની જાહેરાતના એક મહિનાની અંદર હાર્દિક પંડ્યાની ડેટિંગની અફવાઓએ એ સંકેત આપ્યો છે કે કપલ અલગ કેમ થયું.

હાર્દિકનું નામ બ્રિટિશ સિંગર જૈસ્મિન વાલિયા સાથે જોડાયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર નતાશાની માફી માંગવાનું શરૂ કરી દીધું હતું. લોકોની માફી બાદ અભિનેત્રીએ કંઈક એવું કહ્યું જે હાલ વાયરલ થઈ રહ્યું છે. નતાશાની પોસ્ટ જોઈને લોકોને લાગે છે કે તેની સાથે દગો થયો છે અને તે તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે પહેલા ઘણા લોકો નતાશાને છૂટાછેડાનું કારણ માનતા હતા. પરંતુ હાર્દિકની વેકેશનની તસવીરો જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ નતાશાની માફી માંગી.

છૂટાછેડાના સમાચાર બાદ નતાશા સ્ટેનકોવિકે ઘણી આધ્યાત્મિક પોસ્ટ શેર કરી. ત્યારે તાજેતરમાં તેણે ફરીથી ભગવાનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નતાશા ક્લિપમાં બોલે છે- જ્યારે યોગ્ય સમય હશે, ત્યારે ભગવાન બધું ઠીક કરી દેશે. તમારે ઉતાવળ કરવાનું બંધ કરવું જોઈએ કારણ કે જ્યારે તમે ઉતાવળ કરવાનું બંધ કરો છો ત્યારે તમે ભગવાનને તેમનું કાર્ય કરવાની તક આપો છો. આપણે તેમને સ્પેસ આપીએ છીએ જ્યારે આપણે સ્લો થઇ જઇએ ત્યારે તેજ જઇ શકીએ છીએ.

નતાશાએ તેની સાથે કેપ્શન લખ્યું છે કે, આપણે જલ્દબાજી કરીએ છીએ એ વિચારીને કે આપણી પાસે ટાઇમ નથી, વસ્તુઓ આપણા હાથમાંથી નીકળી જશે પણ જલ્દબાજીમાં આપણે એક વસ્તુ ખોઇ દઇએ છીએ ઇશ્વરનો આશીર્વાદ. ભગવાન ક્યારેય મોડું નથી કરતા. નતાશા અને હાર્દિક પંડ્યાએ આ વર્ષે 14 ફેબ્રુઆરીએ એકબીજા સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો અને માત્ર 3 મહિના પછી તેમના છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા.

ઘણા દિવસોની અટકળો બાદ આખરે 18 જુલાઈના રોજ બંનેએ એક પોસ્ટ કરી, જેમાં તેઓએ અલગ થવાની સત્તાવાર જાહેરાત કરી. ત્યારે હવે ઓગસ્ટની શરૂઆતમાં હાર્દિકે તેના વેકેશનનો એક વીડિયો શેર કર્યો જેમાં એ લોકેશન હતુ જે સિંગર-મોડલ જૈસ્મીન વાલિયાના વેકેશનની તસવીરોમાં હતુ. બસ પછી શું હતુ હાર્દિક અને જૈસ્મિનના ડેટિંગની અફવાઓ શરૂ થઇ ગઇ.

Shah Jina