સૂર્યાથી લઇને બુમરાહ સુધી…આવી રીતે ભારતીય ક્રિકેટરોએ મનાવી બહેનો સાથે રક્ષાબંધન
સમગ્ર ભારતમાં 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ ભાઈ-બહેનનો તહેવાર છે, જેમાં બહેનો ભાઈઓના કાંડા પર રક્ષાનો દોરો બાંધે છે જેને રાખડી કહેવાય છે. આ સાથે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે. ત્યારે સામાન્ય લોકો અને ફિલ્મ સ્ટાર્સથી લઇને ભારતીય ક્રિકેટરોએ પણ પોતાની બહેનો સાથે આ ખાસ તહેવારની ઉજવણી કરી.
જસપ્રીત બુમરાહ
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે રક્ષાબંધન પર તેની બહેન ઝુમિકા બુમરાહ સાથે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ સાથે તેણે લખ્યું, ‘અંગદની ફોઇ અને મારી બહેનને રક્ષાબંધનની શુભકામનાઓ.’
રિંકુ સિંહ
ભારતીય ટીમની ઊભરતા ખેલાડી રિંકુ સિંહની બહેન નેહા સિંહે પણ રાખડી બાંધતી વખતે રિંકુ સિંહ સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
દીપક ચહર
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરની બહેન માલતી ચહરે તેના ભાઈ સાથે રાખડી બાંધતી તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવની બહેન દિનલ યાદવે પણ રાખડીના અવસર પર તેના ભાઈ સાથેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંને એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.
યુઝવેન્દ્ર ચહલ
ભારતીય ટીમના સ્ટાર અને અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાની બહેન ગીતાંજલિ ચહલ સાથે રાખીના અવસર પર ઇન્સ્ટાગ્રામ પર કેટલીક વાતો શેર કરી છે. ગીતાંજલિએ તેના ભાઈ સાથેની તસવીર પણ શેર કરી છે.