...
   

જાહ્નવી કપૂરે પેપરાજીને બાંધી રાખડી, જેવો જ પેપરાજીએ ખિસ્સામાં નાખ્યો હાથ કે ભાગી એક્ટ્રેસ- ક્યુટ વીડિયો થયો વાયરલ

19મી ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો, આ ખાસ અવસર પર બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધી અને ભાઈઓ ગિફ્ટ આપી તેમજ બહેનોનું રક્ષણ કરવાનું વચન આપ્યુ. સામાન્ય લોકોની સાથે સાથે સેલેબ્સે પણ આ તહેવારને ખૂબ જ ધામધૂમ અને પ્રેમથી ઉજવ્યો.

ત્યારે આ દરમિયાન બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બ્લુ-વ્હાઈટ કપડામાં જોવા મળી રહી છે અને એક પેપરાજીને રાખડી બાંધે છે. જ્યારે આ પેપરાજીએ જાહ્નવીને રાખી શગુન આપવા માટે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા ત્યારે અભિનેત્રીએ પૂછ્યું, શું તું પાગલ છે ?

આ પછી જાહ્નવી કપૂર ત્યાંથી ઝડપથી ચાલતી જતી રહી. આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકો અને નેટિઝન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Shah Jina