રસ્તા કિનારે વેચાય છે ‘કોબ્રા પકોડા’, મરઘીની જેમ પિંજરામાં જીવતો રાખે છે સાપ, વીડિયો જોઇ ચોંકી જશો
મોટાભાગના લોકો કોબ્રાના નામથી જ ડરી જાય છે. તેનું કારણ એ છે કે તે એકદમ વિશાળ, ઝેરી અને ડરામણો હોય છે. લોકો ભૂલથી પણ જો આ સાપ જોઇ જાય તો તેમનો પરસેવો છૂટી જતો હોય છે, જો કે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને કોઇ પણ ચોંકી જાય. વાસ્તવમાં આ વીડિયો ઈન્ડોનેશિયાનો છે, જેમાં ઈન્સ્ટાગ્રામ પર @kaash_chaudhary દ્વારા શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાંતે એ જગ્યાએ છે જ્યાં કિંગ કોબ્રા પકોડા મળે છે અને મરઘીની જેમ જીવતા સાપને પિંજરામાં કેદ રાખવામાં આવે છે. વીડિયોમાં તમે જોશો કે આકાશ ચૌધરી બતાવે છે કે કેવી રીતે લોકો કોબ્રા પકોડા ખાવા માટે તે જગ્યાએ પહોંચે છે. લોકો કોબ્રાનું લોહી પીવાનો પણ ઓર્ડર આપે છે કારણ કે તેઓ માને છે કે તેનાથી ઇમ્યુનિટી વધે છે અને સ્કિન પણ સારી થાય છે.
વીડિયોમાં એક મોટું પિંજરુ દેખાય છે જેમાં ઘણા કોબ્રા સાપ રાખવામાં આવ્યા છે. તેમને ઓર્ડર મુજબ કાપીને બનાવવામાં આવે છે. આટલું જ નહીં, તેમને બાર્બેક્યૂ કરીને પણ ખાવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
View this post on Instagram