બેડરૂમમાં કરીના અને સૈફ અલી ખાન વચ્ચે એક કારણથી થાય છે રોજ લડાઈ, છેક બહાર સુધી આવે છે અવાજ, જાણો અંદરનો મામલો
કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલિવૂડનું પાવર કપલ છે. ઘણીવાર બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બંને પર્સનલ લાઇફમાં દરરોજ ઝઘડે છે. આવું અમે નથી કહી રહ્યા, પણ આ વાતનો ખુલાસો પોતે કરીનાએ કર્યો છે. તાજેતરમાં જ ‘ધ વીક’ સાથે વાત કરતી વખતે કરીના કપૂરે તેના અંગત જીવનના એવા રહસ્યો જાહેર કર્યા, જે કદાચ કોઇને નહિ ખબર હોય.
આ ઈન્ટરવ્યુમાં કરીનાએ તેના પ્રેમ કરતાં સૈફ સાથેના ઝઘડા વિશે વધુ વાત કરી. કરીના કપૂરે કહ્યું કે મારી અને સૈફ વચ્ચેની લડાઈ પૈસાને લઈને નહિ પણ એસીના તાપમાનને લઈને થાય છે. કારણ કે મને ACનું ટેમ્પરેચર 20 ડિગ્રી જોઇએ અને સૈફને 16 ડિગ્રી. સૈફને ગરમી ખૂબ જ લાગે છે. કરીનાએ વધુમાં કહ્યું કે, અમે દરરોજ આ વાતે ઝઘડીએ છીએ. પરંતુ અંતે 19 ડિગ્રી પર સમાધાન કરીએ છીએ, કારણ કે મેં સાંભળ્યું છે કે AC ના કારણે ઘણા લોકોના છૂટાછેડા થઈ ગયા છે.
આ દરમિયાન કરીનાએ એ પણ જણાવ્યું કે, જ્યારે કરિશ્મા ઘરે આવે છે, ત્યારે તે કોઈને પૂછ્યા વગર ACનું તાપમાન 25 સુધી વધારી દે છે. આ જોઈને સૈફ હંમેશા કહે છે કે આભાર કે મેં કરીના સાથે લગ્ન કર્યા છે. કારણ કે તે 19 ડિગ્રી પર સમજોતો કરી લે છે. જણાવી દઇએ કે, કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન 16 ઓક્ટોબર 2012ના રોજ થયા હતા. બંનેના લગ્નના 12 વર્ષ પૂરા થવાના છે. આજે આ સ્ટાર કપલ બે બાળકો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાનના પેરેન્ટ્સ છે.
કરીના અવારનવાર સૈફ સાથે સાથે દીકરાઓની પણ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સૈફ અલી ખાન છેલ્લે ‘આદિપુરુષ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ અને કૃતિ સેનન જોવા મળ્યા હતા. કરીનાની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘ક્રુ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે કૃતિ સેનન અને તબ્બુ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી.