નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત વિનય માનસિક રોગી હોવાની અરજી પર આ મોટો ફેંસલો લીધો

0

નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના આરોપી વિનય દોષિતને વધુ એક અસફળતા મળી છે. વિનય શર્માએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી દીધી છે.

Image Source

વિનય શર્માએ રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવતા તેને આ અંગેની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી, વિનયે સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજા ટાળવા માટે કહ્યું હતું કે, તે માનસિક રોગી છે. આ બાબતની અરજી પણ સુરીમ કોર્ટ ફગાવીને કહ્યું હતું કે, તે માનસિક રોગી નથી. સુપ્રીમ કોર્ટ આ સુનાવણી સોમવાર સુધી સ્થગિત કરી દીધી છે.

નિર્ભયા કેસના દોષી પવન ગુપ્તા માટે ટ્રાયલ કોર્ટ ગુરુવારે વકીલની નિમણુંક કરી હતી. જોકે પવને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA)ના વકીલની સેવા લેવાનો ઇન્કાર કરી દીધો હતો. મુકેશ, અક્ષય, વિનય તેમના દરેક કાયદાકીય વિકલ્પ વાપરી ચૂક્યા છે. પરંતુ પવન એક માત્ર દોષી છે કે, જેને ક્યુરેટિવ પિટીશન અને દયાની અરજીનો વિકલ્પ બાકી છે.

Image Source

રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવી દેવાની પ્રક્રિયાના સવાલ કરતા વકીલે કહ્યું હતું કે, હું અન્યાય થતા રોકવા માંગુ છું. આ ફાઈલ પર ગૃહમંત્રી અને એલજીની અહીં નથી. આ માટે હું તે ફાઈલની નિરીક્ષણ કરવા માંગુ છું. આ માટે મેં આરટીઆઈ પણ કરી છે.
વધુમાં વકીલે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પાસે દયા અરજીનો ઢગલો છે પરંતુ માત્રને માત્ર આ મામલે જ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
વિનય શર્માએ વકીલ એપી સિંહે કહ્યું હતું કે, પહેલી વાર દેશમાં એવું થઇ રહ્યું છે કે, ચાર લોકોને ફાંસી આપવામાં આવશે. આપી સિંહે જણાવ્યું હતું કે, આ મામલે મે દસ્તાવેજ વોટ્સઅપ દ્વારા મંગાવ્યા છે. કારણે અસલી દસ્તાવેજ બતાવવામમાં આવી રહ્યા નથી.

Image Source

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, દોષી વિનય દયા અરજીની સાથે ગૃહ મંત્રાલય તેની પારિવારિક સ્થિતિ અને તેના ભાઈ-બહેનની માહિતી પણ રાષ્ટ્રપતિને મોકલી હતી.
તુષાર મહેતાએ કહ્યું હતું કે, વિનયની દયા અરજી ફગાવતા ગૃહ મંત્રાલયે કહ્યું કહતું કે, આ જઘન્ય અપરાધ છે અને રેર ઓફ ધ રેરેસ્ટ મામલો છે. વધુમાં કહ્યું હતું કે, જેલમાં કેદીઓનું રૂટિન ચેકઅપ કરવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.