20 વખત અસફળતા…તો પણ ના માની હાર, ઊભી કરી દીધી 500 કરોડની કંપની, હવે બન્યા શાર્ક ટૈંક જજ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Shark Tank New Judge: બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયાની બીજી સિઝનમાં એક નવા જજની એન્ટ્રી થવા જઈ રહી છે. પ્રીમિયમ ડ્રાય ફ્રુટ બિઝનેસ ચલાવતા વિકાસ ડી નાહર હેપ્પીલો બ્રાન્ડ સાથે સફળ સ્ટાર્ટઅપ ચલાવે છે. નાહર હેપ્પીલોના સહ-સ્થાપક અને સીઈઓ પણ છે. આ બ્રાન્ડ લોકોને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ અને હેલ્ધી સ્નેક્સ પૂરા પાડે છે. તે ડ્રાય સેગમેન્ટમાં અગ્રણી બ્રાન્ડ કંપની છે.
શાર્ક ટૈંકના નવા જજ વિકાસ ડી નાહર
જો કે, વિકાસે હેપ્પીલોને સફળ બનાવવામાં ઘણા પૈસા ખર્ચ્યા હતા અને ઘણા લોકોએ વિચાર્યું હતું કે તેને આ બંધ કરી દેવુ જોઈએ, પરંતુ સતત પ્રયત્નો અને મહેનતથી આખરે વિકાસે અબજો રૂપિયાની કંપની ઊભી કરી. શાર્ક ટૈંક એક રિયાલિટી શો છે, જેમાં માત્ર ડિજિટલ ટેલિકાસ્ટ માટે કેટલાક ખાસ એપિસોડ બનાવવાની વાત કરવામાં આવી છે. આમાં જજ તરીકે વિકાસ નાહરનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
20 વખત ફેલ થયા બાદ ઊભી કરી 500 કરોડી કંપની
સ્પેશિયલ શો પણ માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર જ ટેલિકાસ્ટ થશે. હવે નાહર અમન ગુપ્તા, અનુપમ મિત્તલ, નમિતા થાપર જેવા દિગ્ગજ કલાકારો સાથે લોકોને બિઝનેસની ટ્રિક્સ શીખવશે. એવું નથી કે વિકાસ તેના પરિવારમાં એકમાત્ર વ્યક્તિ છે જે ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલ છે. તેમનો પરિવાર કાળા મરી અને કોફીની ખેતી કરે છે. કદાચ અહીંથી જ વિકાસને ફૂડ આઈટમ્સનો બિઝનેસ કરવાની અને તેને બ્રાન્ડ બનાવવાની પ્રેરણા મળી.
પરિવાર પણ ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલો
બેંગલોન યુનિવર્સિટીમાંથી બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન (બીસીએ) કોર્સ પૂરો કર્યા બાદ તેણે જૈન ગ્રુપ સાથે કામ કરવાનું શરૂ કર્યું. વિકાસે નોકરીમાંથી થોડો સમય છુટ્ટી લઇ સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીથી MBA કર્યુ અને કોર્સ પૂરો થયા બાદ સાત્વિક સ્પેશિયલિટી ફૂડ્સમાં પ્રબંધ નિર્દેશક તરીકે જોબ શરી કરી.
10,000 રૂપિયાની મૂડી સાથે કરી હતી હેપ્પિલોની શરૂઆત
સાત્વિક સાથે કામ કરતી વખતે મળેલા અનુભવે હેપ્પીલો કંપનીની રચના કરવામાં ઘણી મદદ કરી. તેણે સાત્વિકનો બિઝનેસ પણ ઘણો વિસ્તાર્યો. વિકાસના નેતૃત્વમાં આ કંપનીએ 40 પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ, 100 પ્રકારની ચોકલેટ અને 60 પ્રકારના મસાલાનો બિઝનેસ કરવાનું શરૂ કર્યું. 2015માં સાત્વિક છોડ્યા બાદ વિકાસ નાહરે તેની બ્રાન્ડ હેપિલોનો પાયો નાખ્યો. માત્ર બે લોકોએ 10,000 રૂપિયાની મૂડી સાથે હેપ્પિલોની શરૂઆત કરી.
આજે આ કંપનીના ઉત્પાદનો ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને છૂટક દુકાનો પર પ્રભુત્વ ધરાવે છે. ડ્રાય ફ્રુટ ઉદ્યોગમાં તે જાણીતું નામ બની ગયું છે અને આ કંપની 500 કરોડને પાર કરી ગઈ છે. જો કે, હેપ્પિલોને બ્રાન્ડ બનાવવા માટે વિકાસને ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડ્યું હતુ અને કંપનીને 20 વખત નુકસાન પણ થયું અને લાગ્યું કે હવે આ બંધ કરી દેવું જોઈએ. પરંતુ, વિકાસ હિંમત ન હાર્યો અને આજે તેની સફળતા આખો દેશ અને દુનિયા પણ જોઇ રહી છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં