ખબર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની બદલી થઇ, આખરે ‘ગામડે’ મોકલી દેવાયા ! જાણો વધુ

થોડા સમય પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાના કારણે હોમ ક્વોરેન્ટાઇન થયા હોવાના સમાચાર આવ્યા હતા. અને તેમના બદલે મુકેશ કુમારને મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે વિજય નહેર સંપૂર્ણ સ્વસ્થ થઈને આવ્યા છે ત્યારે તેમનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે અને કાયમી ધોરણે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મુકેશ કુમારની નિમણુંક કરી દેવામાં આવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર વિજય નહેરનું ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. વિજય નહેરનું ટ્રાન્સફર થતા જ રાજકારણ પણ ગરમાયુ છે. કોંગ્રેસ દ્વારા વિજય નહેરના ટ્રાન્સફરને વખોડી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ ટ્વીટ કરીને સરકાર ઉપર નિશાન સાધવામાં આવ્યું છે.

Image Source

અમિત ચાવડાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે: “દિવસ રાત જીવને જોખમમાં મૂકીને કામ કરવાની સજા? વધારે ટેસ્ટ કરવાની સજા? પ્રેસ મીડિયામાં સાચા આંકડાની માહિતી આપવાની સજા? વિજય નહેરને ક્વોરેન્ટાઇન બાદ ફરીથી કોવિડ-19ને હરાવવાની લડાઈમાં આવવાનું હતું પરંતુ વિજય રૂપાણીજીએ તેમની બદલી ગ્રામ્ય વિકાસ વિભાગમાં કરી દીદી છે. કેમ?

કોંગ્રેસના બીજા એક નેતા જયરાજસિંહ જાડેજાએ પણ વિજય રૂપાણીને બદલવાના હતા અને વિજય નહેરને બદલી દેવામાં આવ્યા છે, એવી પણ ટ્વીટ કરી હતી.

વિજય નહેરની બદલી થવાનું ત્યારે જ નક્કી હતું જયારે તે 14 દિવસ માટે ક્વોરેન્ટાઇ થયા હતા, એવું પણ કેટલાક સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે. એમ પણ જણાવા મળ્યું છે કે સરકાર વિજય નહેરના કામથી નાખુશ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.