ખબર

અમદાવાદમાં ઘરે ઘરે જઈને ૫૦૦ દર્દીઓને શોધ્યા ના હોત તો આજે 2 લાખ જેટલા લોકોને ચેપ લાગ્યો હોત – મ્યુ.કમિશ્નર વિજય નહેરા

આખા વિશ્વમાં આજે કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં ગુજરાતના સૌથી વધુ કેસ સામે આવેલા જોવા મળ્યા છે. ત્યારે મ્યુ.કમિશ્નર વિજય નહેરાએ આજે જણાવ્યું કે “કોરોના માનવ ઈતિહાસમાં ક્યારેય ના જોવા મળ્યો હોય તેવો ખતરનાક વાયરસ છે. અમદાવાદમાં આજથી એક મહિના પહેલા જે સૌ પ્રથમ દર્દી SVP હોસ્પિટલમાં એડમિટ થયા હતા તે આજેય હોસ્પિટલમાં જ છે. કોરોનાની નવી માહિતી સામે આવી રહી છે, અને શરુઆતમાં જે માન્યતા હતી તે તમામ બદલાઈ રહી છે. જાન્યુઆરીમાં WHOએ માણસથી માણસમાં તેનું ટ્રાન્સમિશન નહીં થાય તેવું કહ્યું હતું તે વાત ખોટી પડી. આ વાયરસનો અમુક ભાગ હવાથી પણ ફેલાય છે તે સામે આવ્યું છે, માસ્કને લઈને પણ પહેલા જે અસમંજસ હતી તે પણ હવે દૂર થઈ છે.”

Image Source

લોકડાઉનના બીજા તબક્કામાં અમદાવડાના ઘણા વિસ્તારોમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે અને બપોરે 1થી 4 સુધી જ માત્ર મહિલાઓને જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હજુ પણ ઘણા લોકો આ વાયરસની ગંભીરતા સમજી નથી રહ્યા.

માત્ર અમદાવાદમાંથી જ છેલ્લા 30 દિવસમાં 571 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. વિજય નહેરાએ જણાવ્યું હતું કે જો કોરોના રવબાયર્સને રોકવા માટે ઘરે ઘરે જઈને સેમપલ ના ઉઘરાવવામાં આવ્યા હોત તો આ આંકડો વધારે મોટો બની જતો. તપાસ દ્વારા મળી આવેલા 500 કેસની મલમ જ ના પડતી અને કોરોના સંક્રમિત એક વ્યક્તિ બીજા 400 લોકોને સંક્રમિત કરી શકે છે જેના કારણે આ આંકડો 2 લાખથી ઉપર પહોંચી શકતો હતો.

Image Source

મ્યુ. કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 10667 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પાલિકાએ કોરોનાનું એગ્રેસિવ ટેસ્ટિંગ કર્યુ એટલે ચેપ અટકાવવામાં સફળતા મળી શકી છે. જોકે, સમયસર અને એગ્રેસિવ ટેસ્ટિંગ ન કર્યુ હોત તો અમદાવાદમાં 2 લાખ લોકોને ચેપ લાગી શક્યો હોત. અમદાવાદમાં પાલિકાની 742 ટીમો દ્વારા 1,49,000 ઘરોમાં જઈ 4.46 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો. ટેમ્પરેચર, સિમ્પટમ્સ અને મૌખિક પૂછપરછ કરવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.