ખબર

બ્રેકીંગ ન્યુઝ: દેશને કરોડોનો ચૂનો લગાડનાર અને વિદેશમાં મોજ કરનાર વિજય માલ્યા ભારત આવી શકે છે ગમે ત્યારે, જલ્દી વાંચો

64 વર્ષીય માલ્યા બંધ થઇ ચુકેલી વિમાન કંપની કિંગફિશર એરલાઇન્સના પ્રવર્તક છે. માલ્યા પર ભારતમાં ધોખાઘડી અને મની લોન્ડ્રીંગ સાથે સંબંધિત કેસ દર્જ છે. માલ્યાની પાસે લંડન હાઈકોર્ટથી આદેશ આવ્યા પછી બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં પિટિશનની પરવાનગી લેવા માટેનો 14 દિવસનો સમય હતો, હાઈ કોર્ટે આગળના મહિને 20 એપ્રિલના રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

Image Source

આ નિર્ણયના પહેલા વિજય માલ્યાએ કરોના સંકટ પર પીએમ મોદીજીના આર્થિક રાહત પૈકેજની ઘોષણા પર કેન્દ્ર સરકાને શુભકામના આપતા કહ્યું કે હવે સરકારે તેની પાસેથી પૈસા પાછા લઇ લેવા જોઈએ. વિજય માલ્યાના તરફથી ટ્વીટ કરવામાં આવ્યું કે,”કોવિડ-19 રાહત પૈકેજ માટે સરકારને ખુબ શુભકામનાઓ. તેઓ જેટલા ઈચ્છે એટલા પૈસા છાપી શકે છે, પણ તેઓને મારા જેવા એક નાના સહયોગકર્તાને અવગણવા જોઈએ, જે સ્ટેટ બેન્કના બધા પૈસા પાછા આપવા માંગે છે”.

Image Source

માલ્યાએ કહ્યું કે મારી પાસેથી કોઈપણ શર્ત વગર બધા પૈસા લઇ લો અને મામલાને ખતમ કરો. માલ્યા 650,000 પાઉંડના બાંડ પર 17 એપ્રીલથી જમાનત પર ચાલી રહ્યો છે. સીબીઆઈ એન ઇડીને અપેક્ષા છે કે આગળના 28 દિવસોમાં માલ્યાને ભારત મોકલી દેવામાં આવશે.

Image Source

પહેલી નજરમાં વિજય માલ્યાને જોનારા લોકો તેમને એક બિંદાસ વ્યક્તિ તરીકે ગણે છે. વિજય માલ્યા મોંઘા ચશ્મા અને ભારે ઘરેણા તથા ફોર્મ્યુલા વન અને ક્રિકેટ જેવી રમતોને ઘણી પસંદ કરે છે. લગભગ 9 હજાર કરોડ રૂપિયાની બેંક લઊં લઈને લંડન ભાગી ગયેલા શરાબના કારોબારી વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના વિરુદ્ધ ઘણી એજન્સીઓએ સમાન જારી કર્યા હતા. આ પહેલા નાણાં મંત્રાલયના આગ્રહ પછી વિદેશ મંત્રાલયે તેનો પાસપોર્ટ પણ રદ કરી દીધો હતો.

પોતાની કંપની કિંગફિશર એરલાઇન્સ માટે વિજય માલ્યાએ 9000 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે તે હજુ પણ ચુકાવી શક્યા નથી. કર્જદાતાઓ દ્વારા પૈસા માંગવા પર વિજય માલ્યાએ પોતાની જાતને દેવાળિયો જાહેર કરીને લોન ભરવામાં અસમર્થ જાહેર કર્યો હતો.

Image Source

18 ડિસેમ્બર 1955ના રોજ જન્મેલા વિજય માલ્યાએ નાની ઉંમરમાં જ વેપારની સમજ વિકસિત કરી લીધી હતી. ફક્ત 30 વર્ષની ઉંમરમાં જ વિજય માલ્યાએ યુબી ગ્રુપને આંતરરાષ્ટ્રીય સ્ટાર પર એક મોટી કંપની બનાવી દીધી હતી. યુબી એટલે કે યુનાઇટેડ બ્રિઉરી ગ્રુપની સ્થાપના તેમના પિતા વિટ્ટલ માલ્યાએ કરી હતી.

Image Source

યુબી ગ્રુપ, શરાબ (બિયર) અને માદક પીણા ઉદ્યોગ પર વિશેષ ધ્યાન આપનારી કેટલીક અલગ-અલગ કંપનીઓનો એક વિસ્તૃત સમૂહ છે. કિંગફિશર બ્રાન્ડ આનો જ એક ભાગ છે જે બિયર બનાવે છે. વિજય માલ્યાની અન્ય કંપનીઓમાં કિંગફિશર નામથી એક એરલાઇન્સ પણ હતી જે આર્થિક સંકટ અને કરજામાં ડૂબયાં બાદ ઓક્ટોબર 2012માં બંધ થઇ ગઈ.

પોતાની ભપકાદાર જીવનશૈલી માટે ઓળખાતા ઉદ્યોગપતિ વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સના આર્થિક સંકટને કારણે ઘણા વિવાદોમાં રહયા છે. 2004માં ગઠિત થયેલી કિંગફિશર એક સમયે ભારતની સૌથી મોટી એરલાઇન કંપની હતી, પરંતુ એરલાઇન્સના ખર્ચા એટલા વધારે હતા કે એ આ ઊંચાઈ પર વધુ સમય માટે ટકી ન શકી.

Image Source

કહેવાય છે એ યાત્રીઓને પોતાના તરફ આકર્ષિત કરવા માટે કિંગફિશર દ્વારા અલગ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી હતી. જેના અંતર્ગત ફૂડથી લઈને ઈનકેબીન એન્ટરટેનમેન્ટ અને એરહોસ્ટેસ પર વધુમાં વધુ ખર્ચ કરવામાં આવ્યો. કિંગફીશરનો પ્રતિ મુસાફર ખર્ચ જેટ એરવેઝની સરખામણીમાં લગભગ બેગણો હતો.

Image Source

કિંગફિશર એરલાઇન્સમાં પીરસવામાં આવતા ભોજન પર ખર્ચ પ્રતિ મુસાફર 700-800 રૂપિયા હતો, જયારે જેટમાં આ જ ખર્ચ 300 રૂપિયા પ્રતિ મુસાફર હતો. ખર્ચમાં કાપ મુકવાની બાબતે મળ્યા ખરાબ રીતે અસફળ રહયા. શરૂઆતમાં તો વિજય માલ્યા અને તેમની કંપની કિંગફિશરની રણનીતિ સફળ રહી, પરંતુ જેમ-જેમ કંપનીનો ખર્ચ વધતો ગયો આ કંપની સંકટમાં ફસાતી ગઈ.

વર્ષ 2008 પછી અચાનક જ કાચા તેલના ભાવમાં વધારો પણ કિંગફિશર માટે મુસીબત બનીને આવ્યો. તેનાથી કંપનીનું આર્થિક સંકટ પણ વધી ગયું. આર્થિક સંકટથી પસાર થયા બાદ આખરે વર્ષ 2012માં કિંગફીશરનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું.

હાલમાં સમાચાર વાઇરલ થયા છે કે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા ગમે ત્યારે ભારત પહોંચી શકે છે. મુંબઈમાં તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તેથી તેને મુંબઇ લાવવામાં આવશે. તપાસ દરમિયાન એજન્સીઓના કેટલાક સૂત્રોએ સંકેત આપ્યો છે કે સોમવારે રાત્રે વિજય માલ્યાને લઈને વિમાન મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ કરે એવી શક્યતતા છે. જો તે આજે રાત્રે મુંબઇ પહોંચશે તો તેને થોડા સમય માટે CBI ઓફિસમાં રાખવામાં આવશે. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ જો દિવસે આવશે તો સીધો તેને કોર્ટમાં રજૂ કરાશે.

વર્ષોની લાંબી લડત બાદ UK ની કોર્ટે ગત 14 મેના રોજ માલ્યાના પ્રત્યાર્પણ પર મહોર મારી હતી. હવે CBI અને ED ની ટીમ માલ્યાને ભારત લાવવા બ્રિટન પહોંચી ચુકી છે. માલ્યા કેસ હાર્યો ત્યારબાદ તેને 28 દિવસની અંદર ભારત લાવવાનો હતો. ત્યારે આજે જ રાત્રે તેને લઈ ટીમ મુંબઈ આવી પહોંચશે. નોંધનીય છે કે માલ્યાએ અલગ અલગ 17 બેન્કો સાથે 9000 કરોડનું કૌભાંડ આચર્યું હતું અને વર્ષ 2016થી તે ભારત છોડી ભાગી ગયો હતો.

માલ્યાના પ્રત્યાર્પણની સૌથી મોટી અડચણ 14 મેના રોજ દૂર થઈ હતી જ્યારે માલ્યા તેના પ્રત્યાર્પણ સામેનો કેસ હારી ગયો હતો. જેના લીધે સરકારે આવતી 28 દિવસની અંદર પાછો લાવવો પડશે. 14 મેથી 20 દિવસ પસાર થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેને આઠ દિવસની અંદર પાછો લાવવો પડશે. લંડનની હાઈકોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે. આ પછી 14 મેના રોજ કોર્ટે માલ્યાને સુપ્રીમ કોર્ટમાં જવાની તક આપવાનો ઇનકાર કર્યો હતો.