એક સમયે કરોડો કમાતો અને બોલીવુડની આ સુંદર હસીનાઓ આગળ પાછળ ફરતી, જુઓ તસ્વીરો: એસબીઆઈ સહીત 17 બેંકમાંથી 9 હજાર કરોડ રૂપિયાનું દેણું કરીને ડિફોલ્ટર વિજય માલ્યા ફરાર થઇ ગયો છે. વિજય માલ્યાને લંડનમાંથી ભારત પરત લાવવા માટે ભારત સરકાર કોશિશ કરી રહી છે. ઘણી હદ સુધી ભારત સરકારને તેમાં સફળતા પણ મળી છે. એક સમયે ભારતના ટોપ બિઝનેસમેનમાં શામેલ વિજય માલ્યા તેની લવ લાઈફને લઈને ચર્ચામાં રહ્યા છે.

વિજય માલ્યાને લઈને કહેવામાં આવે છે તેને અત્યાર સુધીમાં 3 લગ્ન કર્યા છે. તેને ઘણી વાર પ્રેમ થયો છે.

વિજય માલ્યાના પહેલા લગ્ન એર ઇન્ડિયાની પૂર્વ એર હોસ્ટેસ સમીરા તૈયબજી સાથે થયા હતા. બંનેની મુલાકાત 1986માં ફ્લાઇટમાં થઇ હતી. આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. થોડા સમય બાદ તેનાથી મોટી ઉંમર સમીરા સાથે વિજય માલ્યાના લગ્ન થયા હતા. વિજય માલ્યાના આ લગ્ન લાંબો સમય સુધી ચાલ્યા ના હતા. લગભગ 1 વર્ષમાં જ અલગ થઇ ગયા હતા. સિદ્ધાર્થ માલ્યા સમીરાનો દીકરો છે.

વિજય માલ્યાએ બીજા લગ્ન 1993માં રેખા સાથે થયા હતા. રેખા તેની બાળપણની મિત્ર હતી. વિજયને ખબર પડી કે રેખાના છૂટાછેડા થઇ ગયા છે તુરંત જ તેને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું હતું. વિજય માલ્યા સાથે લગ્ન કરતા પહેલા રેખાના 2 વાર લગ્ન થઇ ચુક્યા છે.

પહેલા 2 લગ્નથી રેખાને 2 બાળકો છે. કબીર અને લૈલા. લૈલાને વિજય માલ્યાએ દતક લીધી હતી. આ બાદમાં વિજય માલ્યા અને રેખાને લીએના અને તાન્યા નામની 2 દીકરીઓ થઇ હતી.

આજકાલ વિજય માલ્યાનું નામ તેની કિંગ ફિશર એરલાઇન્સની એર હોસ્ટેસ રહી ચુકેલી પિંકી લાલવાની સાથે જોડાયું હતું. માનવામાં આવે છે કે, બંનેએ લંડનમાં લગ્ન પણ કરી લીધા છે. પરંતુ આ વાતની પૃષ્ટિ નથી થઇ.

પિંકી ભારતમાં આઇપીએલ મેચ સહીત ઘણી જગ્યા પર વિજય માલ્યા સાથે નજરે આવી હતી. લંડનમાં પણ તે માલ્યા સાથે જ રહે છે.
