ભગોડા કારોબારી વિજય માલ્યાને બ્રિટેનના હાઈ કોર્ટથી ભારે ઝટકો લાગ્યો છે. ઇંગ્લેંડની હાઈ કોર્ટે વિજય માલ્યાની ભારત પ્રત્યર્પણના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની અનુમતિ આપનારી પિટિશનને નામંજૂર કરી દેવામાં આવી છે. આ નિર્ણય પછી માલ્યાની પાસે ઇંગ્લેન્ડના દરેક કાનૂની રસ્તાઓ બંધ થઇ ગયા છે.એવામાં હવે 28 દિવસોની અંદર માલ્યાને ભારતને સોંપી દેવામાં આવી શકે તેમ છે.
નીરવ મોદીના કેસમાં કોર્ટમાં રહેલા વિજય માલ્યાના વકીલે હાઈ કોર્ટના નિર્ણય પર કંઈપણ ટિપ્પણી આપવાનો ઇન્કાર કરી દીધો છે, પણ એ પણ સંકેત આપ્યો કે આગળનૉ દરવાજો યુરોપિયન કોર્ટ યોગ હ્યુમન રાઇટ્સ હોઈ શકે છે.જો પુરો મામલોં (ECHR) સુધી પહોંચ્યો તો તેનું ભારત આવવાનું ટળી શકે તેમ છે. તેના પહેલા આગળના અઠવાડિયે માલ્યાએ ભારત પ્રત્યર્પણના આદેશના વિરુદ્ધ બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દર્જ કરવાને લઈને અપીલ દર્જ કરી હતી જયારે આગળના મહિને માલ્યાના પ્રત્યર્પણના વિરુદ્ધ પિટિશન લંડન હાઈ કોર્ટએ નામંજૂર કરી દીધી હતી.
64 વર્ષીય માલ્યા બંધ થઇ ચુકેલી વિમાન કંપની કિંગફિશર એરલાઇન્સના પ્રવર્તક છે. માલ્યા પર ભારતમાં ધોખાઘડી અને મની લોન્ડ્રીંગ સાથે સંબંધિત કેસ દર્જ છે. માલ્યાની પાસે લંડન હાઈકોર્ટથી આદેશ આવ્યા પછી બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં પિટિશનની પરવાનગી લેવા માટેનો 14 દિવસનો સમય હતો, હાઈ કોર્ટે આગળના મહિને 20 એપ્રિલના રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

પહેલી નજરમાં વિજય માલ્યાને જોનારા લોકો તેમને એક બિંદાસ વ્યક્તિ તરીકે ગણે છે. વિજય માલ્યા મોંઘા ચશ્મા અને ભારે ઘરેણા તથા ફોર્મ્યુલા વન અને ક્રિકેટ જેવી રમતોને ઘણી પસંદ કરે છે. લગભગ 9 હજાર કરોડ રૂપિયાની બેંક લઊં લઈને લંડન ભાગી ગયેલા શરાબના કારોબારી વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના વિરુદ્ધ ઘણી એજન્સીઓએ સમાન જારી કર્યા હતા. આ પહેલા નાણાં મંત્રાલયના આગ્રહ પછી વિદેશ મંત્રાલયે તેનો પાસપોર્ટ પણ રદ કરી દીધો હતો.

પોતાની કંપની કિંગફિશર એરલાઇન્સ માટે વિજય માલ્યાએ 9000 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે તે હજુ પણ ચુકાવી શક્યા નથી. કર્જદાતાઓ દ્વારા પૈસા માંગવા પર વિજય માલ્યાએ પોતાની જાતને દેવાળિયો જાહેર કરીને લોન ભરવામાં અસમર્થ જાહેર કર્યો હતો.

18 ડિસેમ્બર 1955ના રોજ જન્મેલા વિજય માલ્યાએ નાની ઉંમરમાં જ વેપારની સમજ વિકસિત કરી લીધી હતી. ફક્ત 30 વર્ષની ઉંમરમાં જ વિજય માલ્યાએ યુબી ગ્રુપને આંતરરાષ્ટ્રીય સ્ટાર પર એક મોટી કંપની બનાવી દીધી હતી. યુબી એટલે કે યુનાઇટેડ બ્રિઉરી ગ્રુપની સ્થાપના તેમના પિતા વિટ્ટલ માલ્યાએ કરી હતી.

યુબી ગ્રુપ, શરાબ (બિયર) અને માદક પીણા ઉદ્યોગ પર વિશેષ ધ્યાન આપનારી કેટલીક અલગ-અલગ કંપનીઓનો એક વિસ્તૃત સમૂહ છે. કિંગફિશર બ્રાન્ડ આનો જ એક ભાગ છે જે બિયર બનાવે છે. વિજય માલ્યાની અન્ય કંપનીઓમાં કિંગફિશર નામથી એક એરલાઇન્સ પણ હતી જે આર્થિક સંકટ અને કરજામાં ડૂબયાં બાદ ઓક્ટોબર 2012માં બંધ થઇ ગઈ.

પોતાની ભપકાદાર જીવનશૈલી માટે ઓળખાતા ઉદ્યોગપતિ વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સના આર્થિક સંકટને કારણે ઘણા વિવાદોમાં રહયા છે. 2004માં ગઠિત થયેલી કિંગફિશર એક સમયે ભારતની સૌથી મોટી એરલાઇન કંપની હતી, પરંતુ એરલાઇન્સના ખર્ચા એટલા વધારે હતા કે એ આ ઊંચાઈ પર વધુ સમય માટે ટકી ન શકી.

કહેવાય છે એ યાત્રીઓને પોતાના તરફ આકર્ષિત કરવા માટે કિંગફિશર દ્વારા અલગ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી હતી. જેના અંતર્ગત ફૂડથી લઈને ઈનકેબીન એન્ટરટેનમેન્ટ અને એરહોસ્ટેસ પર વધુમાં વધુ ખર્ચ કરવામાં આવ્યો. કિંગફીશરનો પ્રતિ મુસાફર ખર્ચ જેટ એરવેઝની સરખામણીમાં લગભગ બેગણો હતો.

કિંગફિશર એરલાઇન્સમાં પીરસવામાં આવતા ભોજન પર ખર્ચ પ્રતિ મુસાફર 700-800 રૂપિયા હતો, જયારે જેટમાં આ જ ખર્ચ 300 રૂપિયા પ્રતિ મુસાફર હતો. ખર્ચમાં કાપ મુકવાની બાબતે મળ્યા ખરાબ રીતે અસફળ રહયા. શરૂઆતમાં તો વિજય માલ્યા અને તેમની કંપની કિંગફિશરની રણનીતિ સફળ રહી, પરંતુ જેમ-જેમ કંપનીનો ખર્ચ વધતો ગયો આ કંપની સંકટમાં ફસાતી ગઈ.

વર્ષ 2008 પછી અચાનક જ કાચા તેલના ભાવમાં વધારો પણ કિંગફિશર માટે મુસીબત બનીને આવ્યો. તેનાથી કંપનીનું આર્થિક સંકટ પણ વધી ગયું. આર્થિક સંકટથી પસાર થયા બાદ આખરે વર્ષ 2012માં કિંગફીશરનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું.

વિજય માલ્યાનું વિલાસભર્યું ભવિષ્ય તો ત્યારે જ ખબર પડી ગઈ હતી જયારે ફક્ત 4 વર્ષની ઉંમરમાં જ તેમના પિતાએ તેમને એક ફેરારી કાર આપી હતી. આજે પણ આ વિલાસભર્યું જીવન યથાવત છે. ચારે તરફથી થઇ રહેલી આલોચના બાદ પણ વિજય માલ્યાએ કિંગફિશર માટે દર વર્ષની જેમ જ હોટ મોડેલ્સના ફોટોશૂટવાળા કેલેન્ડરમાં કોઈ જ કમી આવવા દીધી નથી.
દેશમાંથી કરોડોની બેંક લોન લઈને વિદેશ ભાગી જનારા શરાબના કારોબારી વિજય માલ્યાએ ટ્વીટ કરી અને અને તેનું 100 ટકા દેવું માફ કરવા માટે ભારત સ્કારને કહ્યું હતું, સાથે જ તેના વિરુદ્ધ ચાલતા કેસને પણ બંધ કરવા માટેની વાત વિજય માલ્યાએ ટ્વીટ દ્વારા કરી હતી.

વિજય માલ્યાએ હાલમાં જ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ માટે પણ ભારત સરકારને શુભકમનાઓ આપી હતી, અને સાથે એ વાતનો પણ અફસોસ વ્યક્ત કર્યો હતો કે તેમના પ્રસ્તાવને વારંવાર નજર અંદાજ કરવામાં આવે છે.

વિજય માલ્યાએ પોતાની ટ્વીટમાં લખ્યું કે: “કોવિડ-19 રાહત પેકેજ માટે સરકારને શુભકામનાઓ. તે જેટલી ઈચ્છે એટલી નોટો છાપી શકે છે, પરંતુ શું મારા જેવા નાના યોગદાનકર્તાઓને નજર અંદાજ કરવા જોઈએ, જે સરકારના સ્વામિત્વ વળી બેંકોમાંથી લેવામાં આવેલા 100% દેવું પાછું આપવા માંગે છે.”
Congratulations to the Government for a Covid 19 relief package. They can print as much currency as they want BUT should a small contributor like me who offers 100% payback of State owned Bank loans be constantly ignored ? Please take my money unconditionally and close.
— Vijay Mallya (@TheVijayMallya) May 14, 2020
વિજય માલ્યા બંધ થઇ ગયેલી કંપની કિંગફિશીયરના પ્રવર્તક છે અને 9 હજાર કરોડ રૂપિયાની ધોખાધડી અને ધન શોધન મામલામાં તેમની તપાસ ચાલી રહી છે ત્યારે તેમને એમ કહ્યું કે: “કૃપા કરી શરત વગર મારી પાસેથી ધન લો અને આ મામલો બંધ કરો.”
ભારતની બેંકોના 9 હજાર કરોડની લોન લઈને વિદેશ ફરાર થઈ ગયેલ ઉદ્યોગપતિ વિજય માલ્યા આ દિવસોમાં લંડનમાં દેશનિકાલ જીવન જીવી રહ્યો છે. પણ તેનાથી વિપરીત, તેમનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા પોતાનું પહેલા જેવું જ વૈભવી જીવન જીવી રહ્યો છે અને ખુશ છે.
View this post on Instagram
વિજય માલ્યાનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર સિદ્ધાર્થ સોશિયલ મીડિયા પર પોતાના વૈભવી જીવનની ઝલક શેર કરતો રહે છે.
View this post on Instagram
આ તસ્વીરો જોઈને સ્પષ્ટ થાય છે કે ભલે પિતાએ બેંકમાં ઘોટાળો કર્યો હોય અને તેમના પર કેસ ચાલી રહ્યો હોય પણ વિજય માલ્યાનો દીકરો સિદ્ધાર્થ ખૂબ જ એશ અને આરામનું જીવન જીવે છે.
View this post on Instagram
સિદ્ધાર્થ અવારનવાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે જેને કારણે તે ચર્ચાઓમાં પણ રહે છે. ઘણીવાર એવું પણ બને છે કે તેને પોસ્ટ કરેલી તસ્વીરો પર કૉમેન્ટ્સ કરીને લોકો તેને વિજય માલ્યા વિશે પણ પૂછે છે. સિદ્ધાર્થને તેમના મિત્રો સિડ કહીને બોલાવે છે.
View this post on Instagram
સિદ્ધાર્થને પણ પોતાના પિતા વિજય માલ્યાની જેમ જ મોડલ્સની આસપાસ અને પેજ થ્રી પાર્ટીઓમાં જવું ખૂબ જ પસંદ આવે છે. તે પોતાની ફિટનેસ બાબતે પણ ખૂબ જ સજાગ રહે છે. તે પોતાના સ્વાસ્થ્ય માટે અને ફિટ બોડી માટે જીમમાં કલાકો વિતાવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.