આણંદ વિદ્યાનગરમાં 62 વર્ષના ટ્યૂશન-ટીચરે 11 સાયન્સમાં ભણતી છોકરીને બંગલોમાં બોલાવી કર્યું ગંદુ કામ, ભાંડો ફૂટ્યો તો

આણંદમાં 62 વર્ષના વૃદ્ધ હવસખોર શિક્ષકે રવિવારે એક્સ્ટ્રા ક્લાસના બહાને વિદ્યાર્થિનીને એવું એવું કર્યું કે સાંભળીને કહેશો આને જેલમાં નાખો જલ્દી

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી મહિલાઓ અને સગીરાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા તો એવા કિસ્સા સામે આવે છે, જેના કારણે સંબંધો લજવાઇ જાય છે. હાલમાં જ શિક્ષણનગરી કહેવાતા વિદ્યાનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 62 વર્ષિય વૃદ્ધ શિક્ષકે તેમની પૌત્રીની ઉંમરની વિદ્યાર્થીની સાથે એવું કર્યુ કે જાણી તમારુ પણ લોહી ઉકળી જશે. વૃદ્ધે વિદ્યાર્થીનીને એક્સ્ટ્રી ક્લાસના બહાનાથી બોલાવી તેની સાથે અડપલા કર્યા હતા અને તેને ગાલ પર બચકા ભર્યા હતા. આ ઘટનાની જાણ જયારે પરિવારજનોને થઇ ત્યારે પિતાએ આ મામલે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની વિગત તપાસીએ તો, હાલ આણંદની એક કોલેજના ક્વાર્ટસમાં રહેતા અને મૂળ અમદાવાદના અધ્યાપકની 15 વર્ષિય દીકરી કે જે ધોરણ 11માં અભ્યાસ કરે છે. તે વિદ્યાનગર નાના બજાર ખાતે વ્રજ બંગલો સામેના પ્રભુકાંત બંગલોઝ ખાતે રહેતા કાંતિ પટેલના ઘરે બાયોલોજીના ટ્યૂશન માટે જાય છે. આમ તો ટયૂશનનો ટાઇમ બપોરના 3થી 4.30 સુધીનો હોય છે અને રવિવારના રોજ 10થી 12નો હોય છે. ત્યારે ગત રવિવારના રોજ આ સગીરા સવારે પોણા આઠ વાગ્યાની આસપાસ ટયૂશન જવાનું કહી નીકળી હતી.

તે સવારની નીકળેલી છેક બપોરે 12 વાગ્યા આસપાસ પરત આવી હતી ત્યારે ગળા અને બોચીના ભાગે કેટલાક ચાઠાના નિશાન દેખાયા અને આ બાબતે તેના પિતાએ પૂછપરછ કરતા તેણે હકિકત જણાવી હતી. તેણે જણાવ્યુ હતુ કે તેને તેના શિક્ષક કાંતિ પટેલે બચકુ ભર્યુ હતુ. આ મામલે પિતાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષક કાંતિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પહેલા તો સગીરાએ નિશાન છુપાવવા માટે દુપટ્ટાનો સહારો લીધો હતો. જો કે આમ છતાં તેના પિતાએ આ નિશાન જોઇ લીધા હતા. આ બાબતે પિતાએ દીકરી સાથે પૂછપરછ કરી હતી, જેને પગલે તેણે એવું કહ્યુ હતુ કે બહેનપણીએ મસ્તી મસ્તીમાં તેના ગાલ ખેંચી લીધા હતા. જો કે બાદમાં દીકરીએ તેના કાકાની દીકરીને સમગ્ર હકીકત જણાવી હતી. એ પછી તેના પિતરાઈ બહેને સગીરાના ભાઈને સમગ્ર હકીકત જણાવતાં જ પિતાને આ બાબતે જાણ થઇ હતી. દીકરીએ પોતાના પિતા સમક્ષ આ વાતની કબૂલાત કરતાં જણાવ્યું કે તેને મકાનના ઉપરના માળે એકલી બેસાડી હતી. જ્યાં તેણે તેની સાથે સબંધ બાંધવા વિશેની વાતો કરી હતી.

Shah Jina