વિકી કૌશલ બન્યો કાન્હા ! મુંબઇના સૌથી મોટા દહી હાંડી કાર્યક્રમમાં ચાહકો વચ્ચે જઇ ફોડી મટકી

મુંબઇના દહી હાંડી કાર્યક્રમમાં પહોંચ્યો વિકી કૌશલ : ભારે વરસાદ વચ્ચે કર્યુ પરફોર્મ, ફિલ્મ ‘ધ ગ્રેચ ઇન્ડિયન ફેમીલી’નું કરી રહ્યો છે પ્રમોશન

Vicky Kaushal Dahi Handi Celebrations : દહીં હાંડી મામલે બોલિવૂડના કલાકારો પાછળ રહે એવું કેવી રીતે બને. દહીં હાંડીનો તહેવાર દેશભરમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે અને મુંબઈની દહીં હાંડી તો દેશભરમાં પ્રખ્યાત છે. ત્યારે આ વખતે તો મુંબઇની દહીં હાંડી ખાસ બની. બોલિવૂડ સ્ટાર વિકી કૌશલે મુંબઈમાં દહી હાંડી ઈવેન્ટમાં હાજરી આપી અને તેણે મટકી પણ તોડી.

મુંબઇમાં દહી હાંડીના કાર્યક્રમમાં વિકી કૌશલનો જલવો
વિકી કૌશલના દહીં હાંડી સેલિબ્રેશનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેતાએ મુંબઈમાં દહીં હાંડી સેલિબ્રેશનમાં ચાહકો વચ્ચે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિકી કૌશલ જન્માષ્ટમી પર કાન્હા બન્યો અને પછી મટકી તોડી. વિકી કૌશલ દહીં હાંડી સેલિબ્રેશનમાં ઘણો ઉત્સાહિત જોવા મળ્યો હતો.

ભારે વરસાદ વચ્ચે પણ ખૂબ જ ઉત્સાહ સાથે કર્યુ પરફોર્મ
વિકીએ અહીં તેની આગામી ફિલ્મ ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીનું પ્રમોશન પણ કર્યું હતું. જણાવી દઇએ કે, વિકી કૌશલ ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે માનુષી છિલ્લર પણ લીડ રોલમાં છે.

વીડિયો આવ્યો સામે
જન્માષ્ટમીના અવસર પર વિકીએ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં દહીં હાંડી કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં વિકી ખૂબ જ આનંદ સાથે મટકી તોડતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ગીત પર પણ કર્યુ પરફોર્મ
ભારે વરસાદ વચ્ચે પણ વિકીએ તેની ફિલ્મના ગીત ‘કન્હૈયા ટ્વિટર પે આજા’ પર પરફોર્મ કર્યું હતું. વરસાદ હોવા છતાં તેનો ઉત્સાહ ઓછો નહોતો થયો. લુકની વાત કરીએ તો તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો. વિકીએ વ્હાઇટ કુર્તા-પાયજામા પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nevanta (@nevantamedia)

Shah Jina