‘બસ મારી દુલ્હન ચમકશે’, દુલ્હાએ તેની દુલ્હન માટે બનાવ્યો LED લાઇટ વાળો લહેંગો…વીડિયો જોઇ બધા હેરાન

લહેંગામાં LED બલ્બ લગાવી સ્ટેજ પર પહોચી દુલ્હન, દુલ્હાની ઇચ્છાને પાકિસ્તાની દુલ્હને કરી વાયરલ- જુઓ વીડિયો

Pakistani groom wanted bride to shine bright : આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના માટે કંઈપણ કરતા હોઇએ છીએ ! અને આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં એક પાકિસ્તાની દુલ્હન મહેંદી સેરેમની માટે એક એવો લહેંગો પહેરીને આવી કે બધા જોતા જ રહી ગયા. હવે તમે કહેશો કે લહેંગો ? આમાં વળી શું મોટી વાત છે.

LED લહેંગામાં દુલ્હને સ્ટેજ પર લીધી ધાંસૂ એન્ટ્રી
તો તમને કહી દઇએ કે, આ પાકિસ્તાની દુલ્હને પોતાની જાતને ચમકાવવા માટે એલઈડી બલ્બથી બનેલ લહેંગો પહેર્યો હતો.રિહેબ મકસૂદે પોતાના લગ્નના દિવસે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. તેણે કહ્યું કે તેના પતિ ઇચ્છે છે કે તે ચમકે. એટલે પતિએ લગ્ન દરમિયાન એલઈડી લાઈટ્સથી શણગારેલ લહેંગો પહેરવાનું કહ્યું હતું.

પતિની હતી ખ્વાહિશ
વિડિયોમાં, કન્યા તેના પતિ સાથે રંગબેરંગી એલઇડી લાઇટ્સ લહેંગા સાથે ધાંસુ એન્ટ્રી કરે છે અને તેને જોઇ બધા હેરાન રહી જાય છે. કન્યાએ કહ્યું, ‘મારો ડ્રેસ મારા સુપર ડુપર પતિ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો જે હંમેશા ઇચ્છતા હતા કે તેમની દુલ્હન આટલા મોટા દિવસે ચમકે. મને કહેવામાં આવ્યું હતું કે લોકો તારી મજાક ઉડાવશે પણ મેં ગર્વથી પહેર્યું કારણ કે હું જાણું છું કે કોઈ પણ દુલ્હાએ તેની કન્યા માટે આવો પ્રયાસ કર્યો નથી.

લોકોએ આપી અલગ અલગ પ્રતિક્રિયા
આ વીડિયો પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે એકે લખ્યું: “સારો વિચાર છે પણ યોગ્ય રીતે અમલમાં મૂકાયો નથી ! બીજાએ લખ્યું – જો તેઓએ ચમકતા કપડાં અથવા સારી ડિઝાઇનવાળી વસ્તુનો ઉપયોગ કર્યો હોત તો વધુ સારું હોત. અન્ય એક યુઝરે લખ્યું, “ખૂબ સારું, તેને કહો કે ફરીથી આટલી મહેનત ન કરે.”

 

View this post on Instagram

 

A post shared by Rehab Danial (@rehabmaqsood)

Shah Jina