અરે ના ના…આ આલિયા ભટ્ટ નથી, ધ્યાનથી જુઓ…આ તો એની હમશકલ છે..તમે પણ થઇ ગયાને કન્ફ્યુઝ ?
Celesti Bairagey : ઘણીવાર સોશિયલ મીડિયા પર કોઈના કોઇ સ્ટારના હમશકલ વાયરલ થતા રહે છે. કેટલીકવાર તો આ લોકો એકદમ સરખા જ દેખાતા હોય છે. ત્યારે હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે, જે સેલેસ્ટી બૈરાગીની છે જેને સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની હમશકલનો ટેગ મળ્યો છે.
હુબહુ એક્ટ્રેસ આલિયા ભટ્ટ જેવી લાગે છે આ છોકરી
લોકો સેલેસ્ટીને જોઈને દંગ રહી જાય છે. કારણ કે તેની ઘણી તસવીરો એવી છે જેમાં તે એકદમ આલિયા જેવી જ દેખાય છે. તેને જોઇને તો રાહા કપૂરના પપ્પા એટલે કે રણબીર કપૂર પણ કન્ફ્યુઝ થઇ જાય. જણાવી દઇએ કે, સેલેસ્ટી એક અભિનેત્રી પણ છે અને તેણે ટીવીમાં કામ કર્યું છે.
સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે સેલેસ્ટી બૈરાગી
તે સ્ટાર પ્લસના શો રજ્જોમાં જોવા મળી હતી અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી. જોકે અભિનેત્રી અત્યારે કોઈ પ્રોજેક્ટનો હિસ્સો નથી. અહેવાલ મુજબ, કોઈ તેને આલિયા ભટ્ટની લુકલાઈક એટલે કે હમશકલ કહે છે તો તેને બિલકુલ પસંદ નથી આવતુ.
સેલેસ્ટી : આલિયા ભટ્ટના લુક સાથે મારી સરખામણી ફાયદાકારક અને નુકસાનકારક બંને
સેલેસ્ટી કહે છે કે આલિયા ભટ્ટના લુક સાથે મારી સરખામણી થવી એ ફાયદાકારક છે અને નુકસાનકારક પણ છે. સકારાત્મક બાબત એ છે કે તે ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી છે. તેનો કરિયર ગ્રાફ પણ ઘણો સારો છે. તે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા છે અને જો કોઈ તેની સાથે તમારી સરખામણી કરે તો સ્વાભાવિક છે કે તમે ખુશ થશો.
લોકો આપે છે અલગ અલગ પ્રતિક્રિયા
પરંતુ નકારાત્મક બાબત એ છે કે લોકો ખરાબ ટિપ્પણીઓ પણ કરે છે.કોઈ કહે છે કે હું આલિયા જેવી દેખાવાનો પ્રયાસ કરી રહી છું તો કેટલાક પૂછે છે કે હું તેની જેમ કેમ હસું છું ? હવે હું નાનપણથી આમ જ હસું છું. મારો આખો પરિવાર સોશિયલ મીડિયા પર છે, જ્યારે તેઓ આવી કોમેન્ટ્સ વાંચે છે ત્યારે તેમને પણ ખૂબ જ ખરાબ લાગે છે.
સ્ટાર પ્લસના શો ‘રજ્જો’થી કરી અભિનય કારકિર્દીની શરૂઆત
શરૂઆતમાં નેગેટિવ કોમેન્ટની અસર થતી હતી પરંતુ ‘રજ્જો’ પછી મને એક નવી ઓળખ મળી. લોકો મને રજ્જો નામથી ઓળખવા લાગ્યા અને વધુ લોકો મને પ્રેમ કરવા લાગ્યા. હું પણ આલિયાની જેમ અલગ-અલગ પાત્રો ભજવવા માંગુ છું પરંતુ સાથે જ એક અભિનેતા તરીકે મારી ઓળખ બનાવવા માંગુ છું.
આલિયા ભટ્ટને મળવા માગે છે સેલેસ્ટી
હું આલિયા ભટ્ટને મળવા માંગુ છું અને મને આશા છે કે મારી ઈચ્છા પૂરી થશે. મને તેની ફિલ્મ ‘હાઈવે’ ખૂબ ગમે છે. ઉલ્લેખનીય છે કે આસામની રહેવાસી સેલેસ્ટીના ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયન ફોલોઅર્સ છે.
View this post on Instagram