‘મુજસે શાદી કરોગી ?’ આ છોકરાએ ફિલ્મી અંદાજમાં તેની ગર્લફ્રેન્ડને કર્યુ પ્રપોઝ, એરપોર્ટનો વીડિયો થયો વાયરલ

વિદેશી એરપોર્ટ પર દેશી છોકરાનો ફિલ્મી અંદાજ, પ્રેમિકાને કર્યુ પ્રપોઝ, આપ્યુ ગજબનું સરપ્રાઇઝ !

Boyfriend Propose Girlfriend at Airport: બોલિવૂડની ફિલ્મોએ લોકોને કંઈ શીખવ્યું હોય કે ન શીખવ્યું હોય પણ પ્રેમ કરવાનું તો ચોક્કસથી જ શીખવ્યું છે. ફિલ્મો જોયા પછી લોકોને સમજાયું કે કેવી રીતે તેમના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવું અને તેમના દિલ સુધી કેવી રીતે પહોંચવું. ઘણીવાર સોશિયલ મીડિયા પર પ્રેમની અભિવ્યક્તિ સાથે જોડાયેલ વીડિયો વાયરલ થતા હોય છે,

એક છોકરાએ તેની GFને એરપોર્ટ પર કર્યુ પ્રપોઝ
ત્યારે હાલમાં એક આવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આમાં પણ બોલિવૂડ ફિલ્મોની જેમ એક છોકરો તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરતો જોવા મળે છે. આ વીડિયો ઓકલેન્ડ એરપોર્ટનો છે. એરપોર્ટ પ્રશાસને પણ આમાં વ્યક્તિને મદદ કરી હોવાનું કહેવાઇ રહ્યુ છે. આ અનોખા પ્રપોઝલનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો, જે બાદમાં વાયરલ થઇ ગયો.

પ્રેમિકાને પ્રપોઝ કરવા પેસેન્જર જાહેરાત સિસ્ટમનો કર્યો ઉપયોગ 
યશરાજ છાબરા નામના યુવકે હજારો લોકોની સામે ઘૂંટણિયે બેસીને તેની ગર્લફ્રેન્ડ રિયા શુક્લાને પ્રપોઝ કર્યું. તેણે તેના જીવનસાથી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે પેસેન્જર જાહેરાત સિસ્ટમનો ઉપયોગ કર્યો અને તેને લગ્ન વિશે પૂછ્યું હકુ. છાબરા ઓકલેન્ડમાં બેન્કિંગ નિષ્ણાત છે. તે કંઈક એવું કરવા માંગતો હતો જે તેની ગર્લફ્રેન્ડ ક્યારેય ભૂલી ન શકે.

ઘૂંટણિયે બેસી પહેરાવી રિંગ
જ્યારે શુક્લા ઓકલેન્ડમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે. જ્યારે તેણે મેલબોર્નથી ફ્લાઈટ બુક કરાવી ત્યારે છાબરાએ આ અનોખો પ્લાન બનાવ્યો હતો. જ્યારે બોયફ્રેન્ડે લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે રિયા શુક્લા તો બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. યશે ઘૂંટણ પર બેસી રિયાને રિંગ આપીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ.

લોકોએ આપી ક્યુટ પ્રતિક્રિયા
આ વીડિયો જોયા પછી ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.એકે કહ્યું કે આ ખૂબ જ સ્વીટ વીડિયો છે, જ્યારે બીજાએ કહ્યું કે મારું દિલ ભરાઈ ગયું. તો અન્ય એકે કહ્યું બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. તો એકે મજાક કરતા કહ્યુ જો તેણે ના પાડી હોત તો શું થાત! જો કે, એવી ખબર છે કે આ કપલ ભારતમાં લગ્ન કરવાનું વિચારી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Auckland Airport (@aucklandairport)

Shah Jina