કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે, આ જન્માષ્ટમી પર બની રાધા, તસવીરો થઇ રહી છે વાયરલ, જુઓ

ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે આ જન્માષ્ટમી પર બની રાધા રાણી, હાથમાં મોરપીંછ લઈને આપ્યા એવા પોઝ કે જોઈને ચાહકો પણ થઇ ગયા દીવાના, જુઓ

Kinjal Dave in Radha’s avatar : બે દિવસ પહેલા જ દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ દિવસે દેશભરમાં લોકો કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ઠેર ઠેર મંદિરોમાં મોટી ભીડ પણ જમા થઇ હતી ત્યારે સોશિયલ મીડિયા પણ ઘણા લોકોએ અલગ અલગ પ્રકારે  પોતાની કૃષ્ણભક્તિ દર્શાવી હતી.

રાધાના રૂપમાં કિંજલ દવે :

ત્યારે સામાન્ય માણસની જેમ સેલેબ્રિટીઓ પણ આ કૃષ્ણ જન્મોત્સવમાં કૃષ્ણ રંગે રંગેયલા જોવા મળ્યા હતા. ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પણ શ્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ હતી અને તેને પણ પોતાના સોશિયલ મીડિયામાં ઘણી બધી તસવીરો શેર કરી છે, જેને લોકોના દિલ જીતી લીધા છે. આ તસ્વીરોમાં તે રાધાના રૂપમાં જોવા મળી.

ગુજરાતનું ખુબ જ મોટું છે નામ :

કિંજલ દવે ગુજરાતનું એક ખુબ જ મોટું નામ છે. તેને પોતાની ગાયિકી દ્વારા દેશ અને દુનિયામાં આગવું નામ પણ બનાવી લીધું છે. ત્યારે કિંજલ દવેના કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. દેશમાં જ નહિ વિદેશમાં પણ તેના કોઈ કાર્યક્રમ હોય ત્યારે પણ લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેતા હોય છે.

નવરાત્રીમાં મચાવશે ધૂમ :

ત્યારે હવે થોડા દિવસમાં જ નવરાત્રી પણ શરૂ થશે અને ગુજરાતીના દિલ પર કિંજલ દવેના સુરનો જાદુ છવાઈ જશે. ત્યારે હાલ કિંજલ દવે પોતાના યુકે ટુરમાં ધૂમ મચાવી રહી છે. યુકેમાં રહેતા ગુજરાતીઓને હાલ તે પોતાના સુરના સથવારે ઝુમાવી રહી છે. યુકેમાં પ્રિ નવરાત્રી કાર્યક્રમમાં વિદેશમાં વસતા ગુજરાતીઓને ઝુમાવવા માટે કિંજલ દવે ત્યાં પહોંચી છે.

તસવીરોએ જીત્યા દિલ :

આ દરમિયાન કિંજલ દવેની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરો કિંજલ દવેએ જન્માષ્ટમીના તહેવાર પર શેર કરી હતી, જેમાં તેનો રાધા જેવો અંદાજ જોવા મળી રહ્યો છે. એટલે જ ચાહકોને પણ આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે અને હજારો લોકોએ આ તસ્વીરોને લાઈક પણ કરી છે.

હાથમાં મોરપીંછ સાથે આપ્યા પોઝ :

સામે આવેલી તસ્વીરોમાં કિંજલ દવે હાથમાં મોરપીંછ લઈને અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે. આ સાથે જ તેને રાધા જેવો પહેરવેશ પણ પહેર્યો છે અને જાણે કૃષ્ણને યાદ કરીને મલકાઈ રહી હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે. આ ઉપરાંત કિંજલે તેના કપાળમાં તિલક પણ કર્યું છે અને તે ખુબ જ સુંદર લાગી રહી છે.

હજારો લોકોએ કરી લાઈક :

આ ઉપરાંત પણ કિંજલે બેઠા બેઠા પણ પોઝ આપ્યા છે. 2 દિવસ પહેલા જ પોસ્ટ કરવામાં આવેલી આ તસ્વીરોને અત્યાર સુધીમાં 1 લાખ 24 હજારથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. સાથે જ ચાહકોની કોમેન્ટથી આખું કોમેન્ટ બોક્સ પણ છલકાઈ ઉઠ્યું છે. મોટાભાગના લોકો કિંજલના આ લુકની પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે.

હાલ છે લંડનમાં :

તમને જણાવી દઈએ કે હાલ કિંજલ દવે લંડનમાં છે અને તેના લંડનમાંથી પણ ખુબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં પણ કિંજલનો એક આકર્ષક લુક જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરવાની સાથે તેને કેપશનમાં લખ્યું છે, “પુરા લંડન ઠૂમકતા” થોડા કલાકો પહેલા જ શેર કરવામાં આવેલી આ તસવીરોને પણ 56 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.

Niraj Patel