‘ધ કપિલ શર્મા શો’ની એક્ટ્રેસનું પ્રેગ્નેંસી શૂટ, શર્ટલેસ જોવા મળ્યો પતિ, કપલે આપ્યા સેંશુઅસ પોઝ
ઓફ શોલ્ડર ડ્રેસમાં ટીવી એક્ટ્રેસે કરાવ્યુ પ્રેગ્નેંસી ફોટોશૂટ, શર્ટલેસ પતિ સાથે બેબી બંપ ફ્લોન્ટ કરતી મળી જોવા
Rochelle Rao Maternity Photoshoot: અભિનેતા કીથ સિક્વેરા આ દિવસોમાં સાતમા આસમાને છે. તેની પત્ની અને ટીવી એક્ટ્રેસ રોશેલ રાવ પ્રેગ્નેટ છે અને ટૂંક સમયમાં જ આ કપલ તેમના બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવા જઇ રહ્યા છે. કપલ પેરેન્ટ્સ બનવાને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.
એક્ટ્રેસ રોશેલ રાવે કરાવ્યુ મેટરનિટી ફોટોશૂટ
ત્યારે હાલમાં જ કીથે મેટરનિટી ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે રોશેલ સાથે પોઝ આપતો જોવા મળે છે. 7 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર ફોટોશૂટની તસવીરો શેર કરતી વખતે કીથે એક નોટ પણ લખી હતી. તસ્વીરોમાં રોશેલ ગ્રીન ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળે છે, જ્યારે કિથ શર્ટલેસ છે.
ફ્લોન્ટ કર્યો બેબી બંપ
કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળેલી અભિનેત્રી રોશેલ રાવનો બેબી બંપ પણ જોવા મળી રહ્યો હતો. કીથે તસવીરો સાથે રોશેલ માટે નોટમાં લખ્યું, આપણી સાથમાં આ જર્ની યાદગાર રહી. આ સમયગાળા દરમિયાન રોશેલનું જીવન રોલર કોસ્ટર રાઈડ જેવું રહ્યું છે.
પતિ કિથ સિક્વેરાએ લખી ખાસ નોટ
તેની લાગણીઓ અને શારીરિક ફેરફારો પણ સુંદર રહ્યા છે. આ વિચારીને મને આશ્ચર્ય થાય છે કે સ્ત્રીઓને આટલી મજબૂત, હિંમતવાન અને સુંદર કેવી રીતે બનાવવામાં આવી છે. એક પુરૂષ તરીકે હું કહીશ કે ઈશ્વરે સ્ત્રીઓને ખૂબ જ સમજી વિચારીને બનાવી છે. રોશેલ રાવ અને કીથ સિક્વેરા એ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. ત્યારે હવે આ કપલ લગ્નના 5 વર્ષ બાદ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે.
ઓફ શોલ્ડર ડ્રેસમાં લાગી ગોર્જિયસ
રોશેલ રાવ ‘બિગ બોસ સિઝન 9’માં જોવા મળી હતી અને અહીં જ તેની મુલાકાત કીથ સિક્વેરા સાથે થઈ હતી. જે પછી બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરે કીથ અને રોશેલે બેબી શાવર સેરેમનીનું આયોજન કર્યું હતું જેમાં તેમના પરિવાર સિવાય નજીકના મિત્રોએ પણ ભાગ લીધો હતો. બંનેએ આ બેબી શાવરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.