ખબર

દીકરીની વિદાયના એક દિવસ પહેલા જ પિતાનું મૃત્યુ, દીકરીની ડોલીની જગ્યાએ ઉઠી પિતાની અર્થી, દીકરીએ આપી મહેંદીવાળા હાથે કાંધ

લગ્નના એક દિવસ પહેલા જ પિતાના મૃત્યુથી તૂટી પડ્યો સમગ્ર પરિવાર, મહેંદી ભરેલા હાથે દીકરીએ આપી પિતાને કાંધ, જુઓ

દરેક પિતા માટે પોતાની દીકરી રાજકુમારી હોય છે અને તેના લગ્ન ધૂમધામથી થાય એવી દરેક પિતાની ઈચ્છા પણ હોય છે, દીકરીની વિદાયમાં છાના ખૂણે ધ્રુસકે ધ્રુસકે રડનાર એક પિતા જ હોય છે. પરંતુ વેરાવળમાં એક એવી ઘટના બની છે જે જાણીને જ હૈયું કંપી ઉઠે. જે ઘરમાંથી દીકરીની વિદાય થવાની હતી એજ ઘરમાંથી પિતાની અર્થી ઉઠી છે.

Image Source

વેરાવળના જતું નાશક દવાઓના વહેપારી અશોકભાઈને કોઈ સંતાન ના હોવાના કારણે તેમને પોતાના નાનાભાઈની દીકરી આયુશીને દત્તક લીધી હતી. તેને પોતાની પાસે વેરાવળમાં રાખીને જ ખુબ જ લાડ અને પ્રેમ આપ્યો હતો, તેમજ સારું ભણાવી પણ હતી. આજેરોજ એટલે કે તા. 7-12-20ના રોજ આયુશીના લગ્નની પણ બધી જ તૈયારીઓ કરી અને એક પિતા તરીકેની ફરજ અશોકભાઈએ નિભાવી હતી.

Image Source

આયુશીના લગ્નમાં કન્યાદાન આપવા માટે અશોકભાઈ ખુબ જ ઉત્સાહિત હતા, પરંતુ લગ્નના એક દિવસ પહેલા જ એટલે કે ગઈકાલે રવિવારના રોજ અચાનક તેમની તબિયત ખરાબ થઇ ગઈ હતી તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ હોસ્પિટલમાં લઇ જતા દરમિયાન જ ગોંડલ પાસે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું.

અશોકભાઈના અચાનક થયેલા નિધનથી પરિવારમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું અને આવી દુઃખદ ઘટના બનવાના કારણે લગ્ન પણ રદ્દ કરી દેવામાં આવ્યા હતા. દીકરી આયુશીએ તેના પાલક પિતા અશોકભાઈની સ્મશાન યાત્રામાં જોડાઈને તેમની અર્થીને કાંધ પણ આપી હતી.