ગૌરવ: ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં પહેલીવાર માયરામાં બોલશે “વર પધરાઓ સાવધાન”, જાણો એવું તે શું છે ખાસ ?

ગુજરાતીઓ માટે ગૌરવની વાત ! ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં પ્રથમ વખત.. આવું ક્યારેય નથી થયું! જાણો શા માટે આ ગુજરાતી ફિલ્મની થઇ રહી છે ચારેકોર ચર્ચા ?

Var Padharavo Saavdhan release in Kannada : ઢોલીવુડમાં ફરી એકવાર બેક ટુ બેક મનોરંજક ફિલ્મો રિલીઝ થવાની ચાલુ થઇ ગઇ છે. ગુજરાતી સિનેમા આ સમયે ભારી લોકપ્રિયતા હાંસિલ કરી રહ્યુ છે. ત્યારે હાલમાં એવું પહેલીવાર થઇ રહ્યુ છે જ્યારે કોઇ ગુજરાતી ફિલ્મ કન્નડ ભાષામાં રીલિઝ થવાની છે. આ ફિલ્મ બીજી કોઇ નહિ પણ કિંજલ રાજપ્રિયા જે ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહી છે તે ‘વર પધરાવો સાવધાન’ છે.

તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વર પધારવો સાવધાન’ હાલમાં ઘણી હેડલાઇન્સ મેળવી રહી છે. આ ફિલ્મ રોમેન્ટિક કૉમેડી ફિલ્મ છે. કિંજલ રાજપ્રિયાએ આ ફિલ્મનું પોસ્ટર અને ટીઝર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું ત્યારથી તેની ચર્ચા ચાલી રહી હતી. પોસ્ટર શેર કરતા કિંજલે લખ્યુ હતુ કે, “જ્યાં થશે કન્યાની જગ્યા એ વરનું દાન…!! છોકરી માટે લગ્ન માત્ર લગ્ન નથી, તે પ્રેમ, લાગણીઓ, હિંમત પણ છે.

પ્રસ્તુત છે #VarPadhravoSaavdhanની રિવર્સ રોલર કોસ્ટર રાઈડનું ઑફિશિયલ પોસ્ટર.” જે બાદ કિંજલે ફિલ્મનું ટીઝર પર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ હતુ. જેમાં તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા એકબીજાને વરમાળા પહેરાવતા જોવા મળ્યા હતા. પરંપરા અનુસાર સામાન્ય રીતે કન્યા ગૃહ પ્રવેશની વિધિ કરે છે, પણ વરરાજા દ્વારા આ વિધિ કરી ઘરમાં પ્રવેશતા હોવાનું બતાવવામાં આવ્યુ હતુ.

ફિલ્મની વાત કરીએ તો, વિપુલ શર્માએ આ ફિલ્મ લખી છે અને દિગ્દર્શિત કરી છે. તેમણે અગાઉ ગુજરાતી હિટ ફિલ્મ કેમ છો?નું પણ દિગ્દર્શન કર્યું હતું. તો ફિલ્મનું નિર્માણ શૈલેષ ધામેલિયાએ કર્યું છે. ફિલ્મમાં તુષાર અને કિંજલ સહિત જય પંડ્યા, રાગી જાની, જિમિત ત્રિવેદી, કામિની પંચાલ, પ્રશાંત બારોટ, કૃણાલ ભટ્ટ, રિધમ રાજ્યગુરુ, રિષભ ઠાકોર, અંશુ જોશી, માનસી ઓઝા અને કૌશલ વ્યાસ પણ છે.

ફિલ્મનું મ્યુઝિક રાહુલ પ્રજાપતિએ તો ગીતોને અવાજ આદિત્ય ગઢવી, સાંત્વની ત્રિવેદી અને જિગરદાન ગઢવીએ આપ્યો છે. સામાન્ય રીતે તો લગ્ન બાદ કન્યા તેના પતિની સાથે પિયર છોડીને સાસરે જાય છે, પણ કિંજલ અને તુષાર સાધુની ફિલ્મ ‘વર પધરાવો સાવધાન’માં આવું નથી. આ ગુજરાતી ફિલ્મમાં ઉંધુ દર્શાવવામાં આવ્યું છે, એટલે કે લગ્ન બાદ યુવક (વરરાજા) સાસરે રહેવા જાય છે.

આ ફિલ્મ 7 જુલાઇના રોજ રિલિઝ થઇ અને આ ફિલ્મ કન્નડ ભાષામાં રિલિઝ થનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની. ગુજરાતી અને કન્નડ એમ એકસાથે બે અલગ અલગ ભાષામાં એકસાથે રિલિઝ થનારી આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે, જે ગુજરાતી સિનેમા માટે ગૌરવભરેલી વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Rajpriya (@kinjalrajpriya)

Shah Jina