પત્ની સોનલ અને દીકરા રાગ સાથે બાલીમાં રજાઓ મનાવવા માટે પહોંચ્યા કિર્તીદાન ગઢવી, તસવીરો શેર કરીને બતાવ્યો નજારો, જુઓ
Kirtidan Garhvi in Bali with family : ગુજરાતમાં ગાયકોનું આગવું નામ છે અને ઘણા બધા ગાયકોએ વિશ્વ કક્ષાએ પોતાની નામના બનાવી છે. ત્યારે એવા જ એક ગાયક છે કિર્તીદાન ગઢવી. જેમને આજે લોકો ડાયરા સમ્રાટ તરીકે ઓળખે છે. ગુજરાતમાં થતા તેમના ડાયરામાં હજારો લોકો આવી પહોંચતા હોય છે. ત્યારે તેઓ ગુજરાત ઉપરાંત દેશ વિદેશમાં પણ ડાયરાના કાર્યક્રમો કરતા હોય છે.
કિર્તીદાન ગઢવી તેમના ગીતો ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. તેમનો પરિવાર પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલો રહેતો હોય છે. ત્યારે લોકો પણ તેમને સોશિયલ મીડિયામાં ખુબ જ મોટી સંખ્યામાં ફોલો કરે છે અને તેમના દ્વારા શેર કરવામાં આવતી તસવીરો અને વીડિયો પળમાં વાયરલ થઇ જતા હોય છે.
ત્યારે હાલ કિર્તીદાન વેકેશન મોડ પર છે અને પોતાના પરિવાર સાથે બાલીના પ્રવાસ પર છે. ત્યારે બાલીમાંથી કિર્તીદાને કેટલાક સુંદર વીડિયો પણ શેર કર્યા છે. જે તેમના ચાહકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યા છે. કિર્તીદાન ગઢવી પોતાની પત્ની સોનલ અને દીકરા રાગ સાથે બાલીના પ્રવાસ પર પહોંચ્યા છે.
કિર્તીદાન ગઢવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બાલીના એરપોર્ટ પરનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે દીકરા રાગનો હાથ પકડીને ચાલતા જોવા મળી રહ્યા છે. તેમનો દીકરો રાગ પણ ખુબ જ ખુશ છે અને વીડિયોમાં જોવા મળે છે કે તે કોઈ વસ્તુ તરફ આંગળી કરે છે અને પછી કિર્તીદાન તેને સમજાવીને લઇ જાય છે.
View this post on Instagram
ત્યારે આ વીડિયો પણ હવે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમને અન્ય એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં એક નાના પુલની અંદર અઢળક માછલીઓ દેખાય છે અને કિર્તીદાન પોતાના દીકરા રાગને રંગબેરંગી માછલીઓ બતાવી રહ્યા છે.
View this post on Instagram
કિર્તીદાન ઉપરાંત તેમની પત્ની સોનલે પણ સોશિયલ મીડિયામાં બાલીના આ પ્રવાસની કેટલીક ઝલક શેર કરી છે. સોનલ ગઢવીએ પોતાના દીકરા રાગ અને પતિ કિર્તીદાન સાથે નારિયેળ પાણીની માઝા માણતી કેટલીક તસવીરો શેર કરી છે. જેને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરોમાં પરિવાર ખુબ જ ખુશ જોવા મળી રહ્યો છે.