Om Raut Trolled After Kissed Kriti Sanon : જ્યારથી દિગ્ગજ ફિલ્મ નિર્દેશક ઓમ રાઉતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આદિપુરુષ’નું ટ્રેલર રીલિઝ થયુ છે, ત્યારથી આ ફિલ્મને લઈને ઘણા વિવાદો થઈ રહ્યા છે. આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ પ્રભુ શ્રીરામના રોલમાં જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન માતા સીતાના રોલમાં છે. ત્યાં જેમ જેમ આ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે, તેમ તેમ આ ફિલ્મ સાથે સંબંધિત સ્ટારકાસ્ટના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
ફિલ્મની રિલીઝ પહેલા ઓમ રાઉત અને કૃતિ સેનન 7 જૂને તિરુમાલા વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા, જેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા. ત્યારે એક વીડિયોમાં ઓમ રાઉત મંદિરની બહાર કૃતિને ગુડબાય કિસ આપતા જોવા મળ્યા હતા, જેના કારણે તે વિવાદોમાં ફસાઈ ગયા. આ વીડિયોને લઈને ઓમ રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે.
વાસ્તવમાં, આ વીડિયોમાં ‘આદિપુરુષ’ની ટીમ મંદિરની બહારના પ્રાંગણમાં ઉભી જોવા મળે છે. વીડિયોમાં જ્યારે કૃતિ ત્યાંથી નીકળે છે અને તેની કાર તરફ આગળ વધે છે, ત્યારે તે ઓમ રાઉત પાસે જાય છે અને આ દરમિયાન ઓમ રાઉત કૃતિને ગળે લગાવે છે અને તેના ગાલ પર કિસ કરે છે. મંદિર પરિસરમાં આવી હરકતને કારણે ડાયરેક્ટર ઓમ રાઉત પર સવાલો ઉઠી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે મંદિરમાં આવું કરવાથી ધાર્મિક આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચી છે.
બીજી તરફ આંધ્ર પ્રદેશના બીજેપીના પ્રદેશ સચિવ રમેશ નાયડુએ પણ આ વીડિયોની સખત નિંદા કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘શું પવિત્ર સ્થળે આવી પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે? તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરની સામે ચુંબન અને આલિંગન જેવી વસ્તુઓ અરમાનજનક છે. તે સહન કરવામાં આવશે નહીં.’
જો કે, બાદમાં તેમણે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. તે બાદ મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું, “તે નિંદનીય કૃત્ય છે. પતિ-પત્ની પણ ત્યાં (મંદિર) સાથે નથી જતા. તમે હોટેલના રૂમમાં જઈ શકો છો અને આમ કરી શકો છો. તમારું વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે. જણાવી દઇએ કે, ટીમ આદિપુરુષે તિરુમાલા ખાતે એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન 6 જૂને ફિલ્મનું અંતિમ ટ્રેલર રિલીઝ કર્યું હતું.
Pecks & flying kiss are not allowed & it’s basic sense they shouldn’t do this in temple premises. #Bollywood actor #KritiSanon greeted Director #OmRaut with a peck & in return #OmRaut with a flying kiss while leaving after #LordVenkateshwara darshan in #Tirupati. pic.twitter.com/qiGEs6gwyD
— Sowmith Yakkati (@sowmith7) June 7, 2023
જણાવી દઇએ કે, ‘આદિપુરુષ’ 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જેમાં પ્રભાસ શ્રીરામ, કૃતિ સેનન સીતા, સની સિંહ લક્ષ્મણ, સૈફ અલી ખાન રાવણ અને દેવદત્ત નાગ હનુમાનની ભૂમિકામાં છે.