ખજુરભાઈનો જીવદયા પ્રેમ જોઈને ગદગદ થયા ચાહકો, રસ્તામાં વાહનોથી કચડાયેલા પ્રાણીને પોતાના હાથે ઉઠાવીને દફનાવ્યું, જુઓ વીડિયો

વાહ ખજુરભાઈ વાહ.. ગુજરાતમાં જ નહિ અમેરિકામાં પણ તેમના દ્વારા કરવામાં આવેલું પ્રાણીઓ માટેનું આ કામ લાખો લાકો માટે બન્યું મિસાલ, જુઓ વીડિયો

Nitin Jani buried the dead animal : ગુજરાતમાં એક મોટું નામ બની ચૂકેલા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખની જરૂર રહી નથી. ભલે તેમને પોતાની ઓળખ એક કોમેડિયન  તરીકે બનાવી હોય, પરંતુ આજે ગુજરાતનું નાનું છોકરું પણ ખજુરભાઈને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે, કારણ કે તેમને અત્યાર સુધી કેટલાય લોકોને મદદ કરી છે.

નીતિન જાનીએ સેંકડો લોકોના ઘર બનાવ્યા છે, કેટલાયને રોજગાર પૂરો પાડ્યો છે અને કેટલાય લોકો માટે તે નવું જીવન પણ લઈને આવ્યા છે, ત્યારે ખજુરભાઈ આજે જ્યાં પણ જાય ત્યારે લોકો પણ તેમની આગળ બે હાથ જોડીને નતમસ્તક થઇ જતા હોય છે. નીતિનભાઈ પોતાના સેવાકીય કાર્યોની ઝલક પોતાના સોશિયલ મીડિયા દ્વારા પણ શેર કરતા રહે છે.

ત્યારે નીતિન જાની દ્વારા શેર કરવામાં આવતી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતી હોય છે. હાલ તેમને એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોને જોઈને તેમના ચાહકો તેમને વંદન કરવાથી રોકાઈ શક્યા નહિ. કારણ કે નીતિની જાનીએ કામ જ એટલું શાનદાર કર્યું.

નીતિન જાની અત્યારે અમેરિકા ન્યુયોર્કમાં છે. ત્યારે આ દરમિયાન તેઓ પોતાની કાર દ્વારા ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે રોડ પર કચડાઈને મૃત્યુ પામેલી એક પ્રાણી તેમને જોયું અને તરત પોતાની કારને તેમને ઉભી રાખી અને નીચે ઉતરી ગયા. જેના બાદ પોતાના હાથે ઊંચકીને એ પ્રાણીને રોડ પરથી ઊંચક્યું અને રોડના કિનારે લઇ આવ્યા.

જેના બાદ તેમની સાથે રહેલા અન્ય લોકોએ રોડની બાજુમાં એક ખાડો કર્યો અને એ મૃત પ્રાણીને દફનાવ્યું. નીતિન જાનીએ પણ પોતાના હાથમાં માટી લઇ લઈને ખાડામાં પણ નાખી. આ દરમિયાન તેમને વીડિયોમાં જણાવ્યું કે,. “હું તમને બધાને વિનંતી કરું છું કે આવા કોઈપણ જાનવરને તમે જુઓ છો તો તમે તેની મદદ કરો.”

તેમને આગળ એમ પણ કહ્યું કે, “હું અત્યારે ન્યુયોર્ક અમેરિકામાં છું. મેં રસ્તા પર આ જાનવર જોયું. મને એ પણ નથી ખબર કે આ ક્યુ જાનવર છે, પરંતુ મારી નૈતિક જવાબદારી છે કે હું સમાજ માટે કંઈક સારું કરું. તમે પણ સમાજ માટે કંઈક સારું કરો. જય શ્રી કૃષ્ણ.”

આ વીડિયોને શેર કરવાની સાથે નીતિન જાનીએ કેપશનમાં લખ્યું છે, “રસ્તા પર મરેલા અથવા ઘાયલ જાનવરોની મદદ કરવી જોઈએ.” ત્યારે આ વીડિયોને હવે તેમના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેમના આ કાર્યની ખુબ જ પ્રસંશા કરતા પણ જોવા મળી રહ્યા છે.

Niraj Patel