મેચ હારીને પણ બુમરાહે જીત્યુ દિલ, બાળકને આપી એવી ગિફ્ટ કે ખુશી પહોંચી સાતમા આસમાન પર, વીડિયો ઇન્ટરનેટ પર છવાઇ ગયો

મેચ હારીને પણ જસપ્રીત બુમરાહે જીત્યુ ચાહકોનું દિલ, બાળકને આપી એવી ગિફ્ટ કે વીડિયો છવાઇ ગયો ઇન્ટરનેટ પર

મુંબઈ ઈન્ડિયન્સની ટીમને લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ટીમે લખનઉ સુપર જાયન્ટ્સને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો લખનઉની ટીમે સરળતાથી પીછો કરી મેચ જીતી લીધી. મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે એક બાળકને પોતાની પર્પલ કેપ આપી.

સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં બુમરાહ પેવેલિયન પરત ફરી રહ્યો છે અને એક બાળક તેને બુમરાહ સર કહી રહ્યો છે. તેની વાત સાંભળ્યા પછી બુમરાહ તેને પૂછે છે – કેપ જોઈએ છે, આ પછી તે તેને પોતાની પર્પલ કેપ આપે છે. બાળક તરત જ બુમરાહને ઓટોગ્રાફ માટે એક કાગળ આપે છે. બુમરાહ સાઇન કરે છે અને આગળ વધે છે. આ પછી વીડિયોમાં બાળકની ખુશી જોવાલાયક છે.

બાળકના ચહેરા પર પર્પલ કેપનો આનંદ સ્પષ્ટ દેખાય છે. જણાવી દઇએ કે, જસપ્રીત બુમરાહે IPL 2024માં અત્યાર સુધી 10 મેચ રમી છે, જેમાં તેણે 14 વિકેટ લીધી છે અને માત્ર 256 રન આપ્યા છે. તેના સિવાય મુસ્તફિઝુર રહેમાન અને હર્ષલ પટેલે પણ 14-14 વિકેટ ઝડપી છે. પરંતુ આ ખેલાડીઓએ બુમરાહ કરતા વધુ રન આપ્યા છે. બુમરાહની ગણતરી શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. યોર્કર બોલ ફેંકવામાં તેની બરાબરી નથી.

Shah Jina