‘ભેયા ઝરા આરામ સે…’ જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા સલૂન, કરાવી દાઢી અને સેટ કરાવ્યા વાળ

રાયબરેલીમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીની કેટલીક તસવીરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કોંગ્રેસે સોશિયલ મીડિયા સાઈટ ‘X’ પર રાહુલ ગાંધીની તસવીર શેર કરતા લખ્યું, ‘ચૂંટણીની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે, પરંતુ વાળ કાપવા પણ જરૂરી છે. અમે આવા કુશળ યુવાનોના અધિકારો માટે લડી રહ્યા છીએ અને દેશના વિકાસમાં તેમની ભાગીદારીની માંગ કરી રહ્યા છીએ.

ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ રાયબરેલીને તેમની માતા સોનિયા ગાંધી અને દાદી (સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી)નું જન્મસ્થળ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમના પરિવારે હંમેશા આ સંસદીય ક્ષેત્રના હિતમાં કામ કર્યું છે, તેથી જ તેઓ અહીંથી ચૂંટણી લડવા માટે આવ્યા છે.

રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ સલૂનમાં દાઢી કરાવી હોવાની તસવીરો વાયરલ થઈ રહી છે. રાયબરેલી સંસદીય ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ અહીં મહારાજગંજના ‘મેલા મેદાન’ ખાતે આયોજિત ચૂંટણી રેલી દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, ‘અમારા પરિવારે હંમેશા રાયબરેલી સંસદીય ક્ષેત્રના હિતમાં કામ કર્યું છે.

ગાંધીએ તેમની નાની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે રાયબરેલી મતવિસ્તારના ગુરુબખ્સગંજ (હરચંદપુર)માં આયોજિત ‘સેવા સંકલ્પ સભા’ને પણ સંબોધિત કરી હતી. નામાંકન પછી મહારાજગંજ મતવિસ્તારમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીને સંબોધતા ગાંધીએ કહ્યું કે તેઓ આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે કારણ કે તેમના પરિવારનો અહીંના લોકો સાથે ગાઢ સંબંધ છે.

ગાંધીએ કહ્યું કે- તેમની દાદી ઈન્દિરા ગાંધી, પિતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ગાંધીએ રાયબરેલીમાં લોકોના જીવનને સુધારવા માટે કામ કર્યું છે. ગાંધી પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી બેઠકનું પ્રતિનિધિત્વ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું.

Shah Jina