પત્ની અને દીકરા સાથે ઇન્ડોનેશિયા વેકેશન માણવા પહોંચ્યા કિર્તીદાન ગઢવી, જુઓ વીડિયો
Kirtidan Gadhvi On Vacation : ગુજરાતના ઘણા એવા કલાકારો છે જેમની ડિમાન્ડ ખુબ જ વધારે છે અને તેમાં પણ ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીની તો વાત જ શું કરવી ? કિર્તીદાન ગઢવીનો ડાયરો હોય ત્યાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડતું હોય છે. ત્યારે લોકો પણ તેમના ડાયરામાં ઢગલાબંધ રૂપિયા ઉડાવતા હોય છે.
જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવતી રહે છે. ચાહકો કિર્તીદાનના અંગત જીવન પર પણ સતત નજર રાખતા હોય છે અને તેમના સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે જોડાયેલા રહે છે. કિર્તીદાન પણ તેમના સોશિયલ મીડિયામાં પોતાના અંગત જીવનની ઝલક ચાહકો સાથે શેર કરે છે.
ત્યારે કીર્તિદાન ગઢવીએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો, જેમાં તેઓ તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. કિર્તીદાન ગઢવી પરિવાર સાથે ઇન્ડોનેશિયાના બાલીમાં ફરવા માટે ગયા છે. તેમના વીડિયોમાં હેશટેગથી આ જાણ થાય છે કે તે પરિવાર સાથે બાલી વેકેશન માટે ગયા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કિર્તીદાન પોતાની પત્ની અને દીકરા સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ કિર્તીદાનના ચાહકોએ વીડિયો પર ખુબ પ્રેમ વરસાવ્યો અને કમેન્ટ પણ કરી.
View this post on Instagram