ખબર

વલસાડમાં પતિ પ્રેમિકાને લઈને હોટેલમાં શરીરસુખ માણવા ગયો અને પાછળથી થઇ પત્નીની એન્ટ્રી

હાલ વલસાડમાંથી પતિ-પત્ની અને વોનો અજીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પત્નીએ તેના પતિને બીજી સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા ઝડપી પાડ્યો હતો અને આ ઘટનાને લઇને હોબાળો મચી ગયો હતો. (તમામ તસવીરો સૌજન્ય: દિવ્યભાસ્કર વીડિયો)

પત્નીને પતિની કરતૂત અંગે જાણ થતા તે પરિવાર સાથે હોટેલ પર પહોંચી હતી અને ત્યાં પત્નીએ કઢંગી હાલતમાં પતિને બીજી સ્ત્રી સાથે ઝડપી પાડ્યો હતો અને તે બાદ તેને મેથીપાક ચખાડ્યો હતો.

સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે વલસાડ-ધરમપુર રોડ પર વાંકલની એક હોટેલનો હોવાનું જાણવા મળી રહ્યુ છે. અહીં એક પુરુષ તેની પત્ની સાથે નહિ પરંતુ બીજી સ્ત્રી સાથે સુખ માણવા આવ્યો હતો.

બંને હોટેલના રૂમમાં એકાંત માણી રહ્યા હતા ત્યારે તેની પત્ની તેના પરિવાર સાથે આવી પહોંચી હતી અને રૂમમાં તપાસ કરતા તેનો પતિ બીજી સ્ત્રી સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો અને તે બાદ પત્નીએ પતિ અને તેની પ્રેમિકાને હોટેલના રૂમમાં જ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

વલસાડના ધરમપુરમાં વાંકલની એક હોટલમાં હસબન્ડનું બીજી મહિલા સાથે લફરું ચાલી રહ્યું હતું અને જેવી પત્નીને જાણ થઇ તરત જ પોતાના પતિને રંગેહાથ ઝડપવા અને સમાજ સામે ઉઘાડો પાડવા પત્ની સહિત પરિવારએ મન બનાવી લીધું હતું.

પછી થોડો સમય પસાર થવા દઈ હોટલના સ્ટાફ પાસથી બીજી ચાવી લઈ પતિને એવા સમયે બીજા મહિલા સાથે ઝડપી પાડ્યો હતો કે બંને કઢંગી હાલતમાં હતા અને સુખ માણી રહ્યા હતા.

ગુસ્સાથી ધુંવાપુવા ભરાયેલી પત્નીએ બીજી મહિલાને બરાબરનો મેથીપાક ચાખાંડ્યો હતો અને સાથે પતિ સાથે પણ પરિવારે ધોલ ધપાટ કરી હતી. કપડાં પણ નહોતા પહેર્યા એવી હાલતમાં જ બંનેને પોતાની ભૂલનું પરિણામ ભોગવવું પડ્યું હતું,

હાલ તો પતિ પત્ની ઓર વોના આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબનો વાયરલ થઈ રહ્યો છે જો કે આ સમાચારની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતું નથી પણ વલસાડમાં બનેલો આ બનાવ હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હોવાના અહેવાલ જરૂર મળી રહ્યા છે.


પતિ અને તેની પ્રેમિકાને માર્યા બાદ પુરુષના પરિવારજનો મહિલાને અડધા કપડા પહેરેલી હાલતમાં બહાર ઘસેડીને લાવ્યા હતા અને પોલિસ કંટ્રોલ રૂમને જાણ થતા જ રૂરલ પોલિસની ટીમ મહિલાની મદદે આવી હતી અને પ્રેમી-પ્રેમિકાને પોલિસ સ્ટેશન લઇ આવી હતી. જો કે, અહીં બંને પરિવાર વચ્ચે સમાધાન થયુ હતુ.