ખબર

વડોદરામાં વિચિત્ર આપઘાતનો કિસ્સો ! પહેલા ઓક્સિજન માસ્ક પહેર્યુ અને પછી તેના પર કોથળી…

છેલ્લા ઘણા સમયથી રાજયભરમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. કેટલાક લોકો પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે તો કેટલાક આર્થિક તંગીને કારણે મોતને વહાલુ કરી લેતા હોય છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વિચિત્ર છે. આ કિસ્સો વડોદરામાં બન્યો છે. જયાં એક બેંક કર્મચારીએ એવી રીતે આત્મહત્યા કરી કે તેણે ચકચાર જગાવી મૂકી. બેંક કર્મચારીએ મોઢા પર ઓકિસજન માસ્ક લગાવી અને કોથળી પહેરી લીધી જેને કારણે તેને જલ્દી મોત મળે. આત્મહત્યાનો આ વિચિત્ર બનાવ તમે કદાચ પહેલી જ વાર સાંભળ્યો હશે.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત તપાસીએ તો, વડોદરાના ગોત્રીમાં રહેતા 24 વર્ષિય બેંક કર્મચારીએ એક વિચિત્ર ઢબે આત્મહત્યા કરી લીધી હતી, જેની જાણ થતા ચકચાર મચી જવા પામી છે. આ યુવકનું નામ આશિષ અનિલ સંઘવન હતુુ. તે ગોત્રી વિસ્તારમાં કૃષ્ણદીપ ટેનામેન્ટમાં નીચેના માળે ભાડે રહેતો હતો. તે 6 મહીના પહેલા જ વડોદરા આવ્યો હતો અને SBI બેંકમાં નોકરી કરતો હતો. હાલ તો તે મકરપુરા GIDCમાં આવેલ SBIની બ્રાંચમાં ટ્રેનિંગમાં હતો.

ગત 11 તારીખે તે ઓક્સિજન સિલિન્ડર લઇને આવ્યો હતો અને તે બાદ સાંજે ઉપરના માળે રહેતા મકાનમાલિક પાસે ઓક્સિજન બોટલ ખોલવા પાના અને પક્કડ માંગ્યુ તે બાદ તે ઘર બંધ કરી અંદર સૂઇ ગયો. તે ગત શુક્રવારના રોજ ઓફિસ ગયો ન હતો અને ત્યારે બેન્ક કર્મચારીએ મકાનમાલિકનો સંપર્ક કર્યો હતો અને તે બાદ તેમણે નીચે આવી તપાસ કરી ત્યારે બારણુ બંધ હતુ. પાછળની બારી તેમણે ખોલી જોઇ ત્યારે આશિષની લાશ ફૂલેલી હાલતમાં જોવા મળી હતી.

પ્રતિકાત્મક તસવીર

આશિષેે ઓક્સિજન માસ્ક મોઢા પર લગાવી તેના પર કોથળી પહેરી લીધી હતી. આ ઘટનાની જાણ પોલિસને કરવામાં આવી હતી તે બાદ પોલિસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલિસને ઘટનાસ્થળેથી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી, તેમાં લખેલુ હતુ કે, હું મારી જાતે જ આત્મહત્યા કરુ છુ, આ માટે કોઇ જવાબદાર નથી. પોલીસ અનુસાર, 10 તારીખે તેણે UPSCની પરીક્ષા આપી હતી. ત્યાર બાદ 11મી તારીખથી કોઈના સંપર્કમાં નહોતો.