આજે વાંચો ગૌરક્ષક અને હડકવાને હાંકી કાઢતા વાછરડા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ…

0
Advertisement

ગુજરાતની ભૂમિ એટલે સત્યની ભૂમિ. ગુજરાતની ધરતી પર ઘણા સંતો થઇ ગયા, જેમને મનુષ્ય બનીને જન્મ લીધો હતો અને તેમના કર્મોને કારણે દેવ થઈને પૂજાયા. ગુજરાતમાં વચનોનું ખૂબ જ મહત્વ હતું, એકવાર જે કહી દેતા એ કરીને જ જંપતા હતા. ત્યારે વાત કરીએ આવા જ એક દેવની, જે તેમના કર્મોને લીધે દેવ થઇ પૂજાયા…

ક્ષાત્રત્વ એ જ શોર્યની પરાકાષ્ટા એટ્લે ચૌલુક્યના કુલભૂષણ સોલંકી સૂર્યવીર વચ્છરાજ દાદા

“શરણાગત કોઈને સોંપે ના, એ છે રજપૂત કુળની રીત
મરવું ગણે પણ ભાવવું નહિ, એવી ખત્રી વટ ખચીત…”

ગુજરાતમાં જ બહુચરાજી તાલુકો આવેલ છે. એનું કાલરી ગામ વચ્છરાજ દાદાની જન્મભુમિ અને રણ તેમની કમભમિ છે. એવા વચ્છરાજ દાદા ગાયની સેવા કરીને અજય અમર થઈ ગયા છે ઈતિહાસમાં. આજે પણ લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયા છે. લાખો લોકોના આસ્થાના દેવ બની ચૂકેલ વચ્છરાજ દાદાનો આજે જાણીએ સંપૂર્ણ ઇતિહાસ.

Image Source

કાલરી ગામમાં જ જેમનો ઉછેર તહયો હતો અને એ જ ગામમાં એ એવું શીખ્યા હતા કે ગાય માતા કહેવાય અને ગાયની રક્ષા કરવી એ એક ક્ષત્રિય ધર્મ છે. અને જ્યારે ચોરીના ફેરા ચાલુ હતા ને ગાયોના ધણને કતલખાને લઈ જતાં બચાવવા ચોરીના ફેરા મૂકીને યુદ્ધે ચડ્યા હતા. એવા વીર, પરાક્રમીને સાહસી વચ્છરાજ દાદા આજે પણ લોકોની મનની મુરાદ પૂરી કરે છે.

આ બાજુ લગ્ન મંડપમાં ચોરીના મંગળ ફેરા ચાલી રહ્યા હકે. લગ્ન ગીતો ગવાય છે. ને ત્રીજો મંગળ ફેરો ચાલુ હોય છે. ત્યાં જ આખા ગામના લોકોની ચિંચિયારી સંભળાય છે. બચાવો….દોડો…. ગાયોના ઘણ લૂંટાઈ રહ્યા છે. હંકાઈ રહ્યા છે.. બચાવો કોઈ ગાયોને… દોડો… દોડો.

Image Source

ને ત્યારે આ સાંભળી વચ્છરાજ મીંઢોલવાળા હાથમાં તલવાર લઈ ગાયોને બચાવવા ગામના પાદર પહોંચી જાય છે.

ગાયોને બચાવી જેવા પાછા આવે છે કે તરત જ એક અવાજ સંભળાય છે. “હે વત્સરાજ! જુગ જુગ જીવો એવા આશીર્વાદ.. ક્ષત્રિયો માટે ગાય, બ્રાહ્મણને સ્ત્રીની રક્ષા કરવાના વચનને તે આજે પાળ્યું છે. કાલરી ગામના આ કુંવરે આજે નાક રાખ્યું. આખા ગામની ગાયો તારા બળે પાછી આવી પણ મારી વેગડ ગાય? આ આખા ગામમાં ફરી આવી ગોતી પણ ક્યાંય ભાળી નહી.”

હાથમાં તલવારને લગ્નની ચોરીના જ કપડાં પહેરેલ યુવાને સામે આઈ દેવળને પ્રશ્ન કર્યો… ‘માડી, હજી એક વાર જોઈ લો?’ ખેતર, પાદર બધે જ ભાળ મેળવીને આવી… ક્યાંય નથી.. મને મારી વેગડ વગર તો પાણી ય ગળેથી નહી ઉતરે.
કચ્છના નાના રણમાં એટ્લે કે હાલના પાટણના સમી તાલુકાનાં કુવર ગામમાં આનંદની હેલી ઉછળી રહી હતી. એક બાજુ શરણાઈના સૂરને એકબાજુ ચરણ અને વચ્છરાજની વાતો.

Image Source

વત્સરાજ સોલંકી એટલે જ્યાં માતા બેચરાજી બીરજમાન છે તેનાથી ત્રણ કિલોમીટર દૂર આવેલ કાલરી ગામના હાથીજીનું બીજા નંબરનું સંતાન એટ્લે વચ્છરાજ દાદા. સેવા, ત્યાગ અને જનહિતની પરવાને કારણે આખું ગામ હાથીજીને માન સન્માન પૂર્વક જ જોતું હતું. હાથીજી મહારાજના ઘરે એક જ ખોટ.. પત્ની કેસરનો ખોટો લગ્નના બાર બાર વરસ થયા તો પણ ખાલી હતો. આ ડુંગર જેવડું દુખ આ દંપતી આખરે કહે તો કોને કહે? અને અંતે જાત્રા કરવા જાય છે. અને યમુનાજીમાં જળ સમાધી લેવાનું વિચાર કર્યો. ત્યાં જ તેમના કાને અવાજ સંભળાય છે. અને તે ઘરે પાછા ફરે છે.

સમય જતાં મોટા દીકરા બલરાજની જન્મ થયો ને પછી બીજા દીકરા વચ્છરાજનો જન્મ થયો. બંને દીકરા મોટા થતાં ગયા. પરંતુ વચ્છરાજ દાદાના મામાને કોઈ સંતાન ન હતું એટ્લે એમના મામાએ એમને લોલાડા ગામના અધિપતિ બનાવ્યા. ખોળે લીધા. જુવાન વત્સરાજે મામાના હૈયામાં સ્થાન લઈ લીધું. એટ્લે મામા સામતસિંહ રાઠોડે કુવર ગામના જ તેમના સગા વજેસિંહ રાઠોડના રાજકુમારી પૂનાબા સાથે વચ્છરાજ દાદાનું સગપણ નક્કી કર્યું. વાજતે ગાજતે લગ્ન લેવાણાં. આ બાજુ ચોરીના ફેરા ચાલુ ને આ બાજુ ગાયોના ધન લૂંટાયા. વચ્છરાજ દાદાગાયોના ધણને બચાવે છે ને લૂંટારા ગામ મેલીભાગી જાય છે. ને ફરી ફેરા ચાલુ થાય છે. ત્યાં જ અચાનક ચારણનો અવાજ સંભળાયો.

જે સાંભળી વચ્છરાજ દાદાએ અધૂરા ફેરા રખાવ્યા ને પાછી ચારણની ગાયને લેવા જાય છે. અને ધોડા પર હાથમાં તલવાર લઈને લૂંટારુઓનો કર્યો પીછો.

“પડકારા હવે યુદ્ધ ના પડે છે ને, સુરવીરો ઘોડે ચડે છે
વીર હાંક સુણી ઊઠતો વીરલો ને, કર લીધી આજે કરમાળ”

Image Source

અઢાર અઢાર લૂંટારુંઓએ હોવા છતાં એકલે હાથ વેતરી નાખ્યા. ભાગ્યા ઊભી પૂછડીએ લૂંટારુઓ.. પરંતુ પાછળથી એક તલવારનો ઘા કરતાં જાય છે. એ તલવારના ઘાથી વચ્છરાજ દાદાનું માથું શરીરથી અલગ થઈ ગયું. આ ભારતના ઈતિહાસમાં એવી પહેલી ઘટના કે ઘડથી માથું અલગ થયું હોવા છ્તા ધાડ હાથમાં તલવાર લઈને ગાયોની રક્ષા કરતું લૂંટારુઓ સાથે લડતું હતું. આ જોઈને વેગડ ગાયને ત્યાં જ મૂંકીને બધા ભાગી ગયા. હવે આ બાજુ પૂનમ બા પણ આવે છે ગામના પાદરે ને આ જોઈને પૂનમબા એ પણ પોતાના પ્રાણ ત્યાગ કર્યા.

ચારણે પણ પોતાના પ્રાણ ત્યાગ કર્યા. આજે પણ આ ખુમારીને યાદ કરાય છે. એ જગ્યાએ મોટું મંદિર બંધાયું છે. જે ભોમકા ગામે મોટું તીર્થધામ બંધાઈ ગયું છે એ વચ્છરાજ દાદાનું જ મંદિર છે ને ત્યાં આજે પણ ગાયની રક્ષા થાય છે ને હડકવા દૂર થાય છે. વચ્છરાજ દાદાના પરચા આજે પણ તમને ત્યાં જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here