ખબર

ઓક્સફોર્ડથી આવતી કોવિડ 19 રસીની ભારતમાં કિંમત હોઈ શકે છે અધધધ રુપિયા, ભાવ સાંભળીને ચિંતિત થઇ જશો

છેલ્લા ઘણા સમયથી કોરોના જેવી મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. હવે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. હાલ તો આખા વિશ્વની નજર કોરોનની વેક્સીન પર ટકી છે. દુનિયાના ઘણા દેશમાં રસી બનાવવાની કામ ચાલી રહ્યું છે. જયારે કોરોનાની વેક્સીન બની ના હતી ત્યારે આ મહામારી સામે મુકાબલો કરવો મુશ્કેલ હતો.તો આ વચ્ચે ઓક્સફોર્ડ યુનિવર્સીટી દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ અફળ સાબિત થવામાં ઘણી ઉમ્મીદ રહેલી છે.

Image Source

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. ટ્રાયલના ઉત્તમ પરિણામો આવ્યા છે. ભારતમાં પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના રસી તૈયાર કરવાની તૈયારી ચાલી રહી છે.

Image Source

ઓક્સફોર્ડની આ કોરોના રસી વિશે ઘણા લોકોએ ઓક્સફોર્ડ વેક્સીન ગ્રુપના ડિરેક્ટર એન્ડ્ર્યુ જે પોલાર્ડ સાથે વાત કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના પૂનાવાલાએ વેક્સીનની કિંમત અંગે જણાવ્યું હતું કે, “આખું વિશ્વ કોરોના જેવી મહામારી માંથી પસાર થઈ રહ્યું છે, તેથી અમે તેની કિંમત લઘુત્તમ રાખીશું. શરૂઆતમાં આ રસી પર નફો કમાવવાનો કોઈ વિચાર નથી. ભારતમાં તેની કિંમત લગભગ 1000 રૂપિયા અથવા ઓછા હોઈ શકે છે. ”

Image Source

ભારતની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત કોરોનાવાયરસ રસી નવેમ્બર સુધીમાં આવી શકે છે. એન્ડ્ર્યુ પોલાર્ડે જણાવ્યું હતું કે કોરોના રસી માટે એન્ટિબોડી રિસ્પોન્સની ખબર પડે છે કે રસી કોરોના દર્દીઓ પર એકદમ અસરકારક છે. તેમણે કહ્યું, “શરૂઆતના ટ્રાયલમાં સફળતા જોઇને હવે અમને પુરાવાની જરૂર છે કે આ રસી લોકોને કોરોના વાયરસથી બચાવવામાં સક્ષમ છે.”

Image source

ભારતમાં આ વેક્સીનનું પ્રોડક્શન કરનારી પૂના સ્થિત સીરમ સંસ્થાના સીઈઓ આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, અમે આ રસીનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ અઠવાડિયામાં આપણે રસી માટે પરવાનગી મેળવીશું.

પૂનાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર સુધીમાં ઓક્સફોર્ડવેકસીન કોવિશિલ્ડ 30-40 કરોડ ડોઝ બનાવવામાં સફળ થઈ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.