હેલ્થ

દહીંમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર પછી જુઓ ચહેરામાં આવી જશે બમણો નિખાર અને ગંદો મેલ દૂર થશે

ત્વચાના રંગને નિખારવા માટે લોકો નિતનવા ઉપાયો અજમાવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે દહીંનો ઉપયોગ કરવાથી ત્વચા ખીલે છે સાથે જ ત્વચાને પોષણ પણ મળે છે.ત્વચાથી જોડાયેલી સમસ્યા માટે દહીં એક રામબાણ ઈલાજ છે. દહીંના ઉપયોગથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી થતી.

દહીંના ઉપયોગથી કાળા દાગ-ધબ્બા, વધતી ઉંમરના લક્ષણો, ખીલથી છુટકારો થાય છે. જો તમે દહીંમાં બીજા તત્વો મેળવી લો તો વધારે ફાયદેમંદ થાય છે. તમે દહીંની સાથે લીંબુનો રસ, ટમેટાનો રસ અને બીજી કુદરતી વસ્તુ ઉમેરી શકો છો. દહીંનું સારું પરિણામ મેળવવા માટે અઠવાડીયામાં 2 વાર દહીંનો ઉપયોગ કરો.

Image Source

દરરોજ દહીંનો 5 મિનિટ સાચી રીતે ઉપયોગ કરવાથી એક અઠવાડિયાની અંદર ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. દહીં ફેશિયલ જેવું જ સ્કિન પર કામ કરે છે.

આજે બધા લોકોને ખીલની સમસ્યા વધુ હોય છે.ખીલને ઠીક કરવા માટે સૌથી પહેલા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ ચહેરાને લૂછી લો. જયારે ચહેરો સુકાઈ જાય ત્યારે ખીલ પર દહીં લગાડી લો. 15 મિનિટ સુધી દહીંને ત્યાં જ રાખો ત્યારબાદ ચોખ્ખા પાણીથી ચહેરો સાફ કરી લો.

જો તમારી ત્વચા બહુજ ડ્રાય હોય તો તેનું મુખ્ય કારણ પાણીની ખામી છે. ડ્રાય ત્વચા માટે દરરોજ દહીંનો પેક લગાવો. જો તમે ઈચ્છો તો તેમાં મધ મેળવી શકો છો.

Image Source

દહીંનો ફેસ પેક લગાવવાથી ચહેરા પર ગ્લો આવી જાય છે. દહીં લગાડવાથી ડેડ સ્કિન સાફ થઇ જાય છે, અને ચહેરા પર નિખાર આવી જાય છે. દહીંને હાથમાં લઈને 15 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ થોડો સમય ચહેરા પર એમનેમ જ રહેવા દો. ત્યારબાદ હૂંફાળા પાણીથી ધોઈ લો.

જો તમારા ચહેરા પર વધારે પડતા દાગ-ધબ્બા હોય તો દહીં તમારા માટે ફાયદાકારક છે. દહીંમાં રહેલા પ્રોટીન તમારી ત્વચાની રંગત નિખારવામાં મદદરૂપ થાય છે. દહીંને થોડીવાર મોઢા પર લગાડીને રાખી દો.જેથી ચહેરાને પોષક તત્વોને શોષી લે. જેનાથી ત્વચાના દાગ-ધબ્બા દૂર થઇ જાય છે.

Image Source

ઊંઘના આવવાના કારણે આંખ નીચે કાળા કુંડાળા થઇ જાય છે. જેનું એક કારણ ખોરાક પણ હોય છે. જે લોકોને કાળા દાગની સમસ્યા હોય તો તે લોકો માટે પેક લગાવવો ફાયદેમંદ છે. દહીંનો પેક લગાડવાથી બ્લેક હેડ્સ અને ટૈનિંગ દૂર કરવામાં મદદરૂપ છે.

દહીંમાં મધ, મુલતાની માટી અને ઓરેન્જ પીલનેમિક્સ કરી પેક બનાવો. આ પેકને ફેસ પર લગાવી હળવા હાથે મસાજ કરો. 3થી 4 મિનિટ સુધી મસાજ કર્યા બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

Image Source

દહીંમાં મુલતાની માટી અને ઓરેન્જ પીલ ઉમેરી પેક તૈયાર કરો. આ પેક ને ચહેરા પર લગાવી 20 મિનિટ સુધી રાખો. ત્યારબાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.અઠવાડિયામાં 2 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ચહેરાની સુંદરતામાં વધારો થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.