અમેરિકામાં ટ્રમ્પ પ્રસાશન દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. સંઘીય જિલ્લા કોર્ટમાંથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંની સરકારના નિયમ પર રોક ના લગાવવાનો અનુરોધ કર્યો છે.
આ નિયમમાં કેટલીક શ્રેણીઓમાં H1 બી વિઝા ધારકોના પતિ/પત્નીઓને દેશમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવે છે. ગૃહ મંત્રાલયે અમેરિકી જિલ્લા કોર્ટ ડિસ્ટ્રીક્ટ વૉશિંગ્ટનમાં આ સપ્તાહે દલીલ કરી કે H4 વિઝા ધારકોને કામ કરવાની મંજૂર આપનાર 2015ના આદેશને પડકાર આપનાર અમેરિકન પ્રૌદ્યગિકી વ્યવસાય કરતા લોકોને આ પ્રકારની મંજૂરીથી કોઇ નુકસાન થયું નથી.

જણાવી દઈએ કે, H1B વિઝા અમેરિકાની નાગરિકતા અને યૂએસસીઆઇએસ દ્વારા H1 વિઝા ધારકોના પરિવારના નજીકના સભ્યો (પતિ/પત્ની અને 21 વર્ષની ઉંમર સુધીના બાળક)ને આપવામાં આવે છે. મોટાભાગે H1 બી વિઝાધારક ભારતીય આઇટી વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. આ સામાન્ય રીતે એ લોકોને આપવામાં આવે છે જેમને પહેલા જ રોજગાર આધારિત કાનૂની સ્થાયી નિવાસીનો દરજ્જો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ડીએચએસએ 5મે ના પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ‘સેવ જૉબ્સ યૂએસએ’ના અમેરિકન ટેકનીક કર્મીઓ તરફથી કરવામાં આવેલી દલીલમાં એમના સભ્યોને સંભાવિત રૂપથી પહોંચતા આર્થિક નુકસાન વાત કરવામાં આવી છે. ‘સેવ જૉબ્સ યૂએસ’એ 2015માં દાખલ કેસમાં દલીલ કરી હતી કે ઓબામા પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા નિયમથી એમના એ સભ્યોને નુકસાન પહોંચશે જે અમેરિકન પ્રોદ્યોગિકી કર્મી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.