ખબર

અમેરિકામાં નોકરી કરવા જવા ઇચ્છતા લોકોને લાગી શકે છે મોટો ઝટકો, વિઝા ઉપર ટ્રેમ્પ આ નિર્ણય લેશે તો લાખો ભારતીયો દુઃખી થઇ જશે

દુનિયાભરના દેશો કોરોના મહામારીથી લડી રહ્યા છે જેના કારણે આર્થિક વ્યવસ્થા પણ મોટાભાગના દેશોની ખોરવાઈ ગઈ છે. આપણા દેશમાંથી અમેરિકા જવું ઘણા લોકોનું સપનું હતું પરંતુ હવે આ કોરોણ મહામારીના કારણે ટ્રમ્પ સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ઘણા લોકોને મોટો ઝાટકો લાગ્યો છે.

અમેરિકામાં વધતા જતા કોરોનાના ખતરા વચ્ચે અમેરિકામાંથી ખબર આવી છે કે H-1B જેવા જરૂરી વિઝા ઉપર રોક લગાવવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના ચાર શીર્ષ રિપબ્લિકન સિનેટરોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જોડે 60 દિવસો માટે બધા જ નવા ગેસ્ટ વર્કર અને H-1B સહીત અતિથિ વીજના કેટલીક શ્રેણીઓમાં એક વર્ષ સુધી અથવા તો જ્યાં સુધી રોજગારની સ્થિતિ સામાન્ય નથી થતી ત્યાં સુધી નિલંબિત કરવાનો આગ્રહ કર્યો છે.

Image Source

અમેરિકાની અંદર હાલમાં 5 લાખ કરતા પણ વધારે પ્રવાસી કર્મચારીઓ કામ કરે છે અને તેમના માટે H-1B વિઝા ખુબ જ મહત્વના છે. કોરોના વાયરસના કારણે આવેલી આર્થિક મંદીમાં અમેરિકાની અંદર 33 મિલિયન લોકોની નોકરી ચાલી ગઈ છે.

Image Source

મોદી રાત્રે મળેલા સંચાર પ્રમાણે ટ્રમ્પ સરકારે H-1b અમે સુટડેન્ટ વિઝા ઉપર અસ્થાયી રૂપે રોક લગાવવાની દિશામાં કામ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. ભારતના મોટાભાગના આઇટી કંપનીમાં કામ કરવા વાળા પ્રોફેશનલ H-1B વિઝા ઉપ્પર જ અમેરિકા જાય છે. જેના કારણે અમેરિકામાં નોકરી માટે ઇચ્છુક લોકોના માથે મોટી મુસીબત આવી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.