હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે સામાન્ય નાગરિકથી લઈને સિતારાઓ પણ કામ સિવાય ઘરની બહાર નથી નીકળતા. સામાન્ય નાગરિકની જેમ સિતારાઓ પણ સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સથી જોડાયેલા રહે છે.

સિતારાઓ સોશિયલ મીડિયા દ્વારા તેની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરતા રહે છે. ઉર્વશી ધોળકિયા પણ તેના દીકરાઓ સાગર અને ક્ષિતિજ સાથે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ટીવીની આ જૂની ‘કોમોલિકા’ એ જૂની તસ્વીર શેર કરી હતી.

ઉર્વશીએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી. આ થ્રો બેક તસ્વીર છે જેમાં તે સ્વિમિંગ પુલમાં નજરે આવે છે. 40 વર્ષની ઉર્વશીએ આ તસ્વીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘આઝાદી…’

ઉર્વશી ધોળકિયા છેલ્લે ‘નચ બલિયે-9’માં નજરે આવી હતી. આ શોમાં તેને બોયફ્રેન્ડ અનુઝ સચદેવા સાથે એન્ટ્રી લીધી હતી.

આ શો દરમિયાન ઉર્વશી એક વાર જજો સાથે ઝઘડો કરતી જોવા મળી હતી. વર્ષ 2001માં ઉર્વશીએ એકતા કપૂરનો શો ‘કસોટી જિંદગી કી’ માં નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. કોમોલિકાનો રોલ દર્શકોને બહુ જ પસંદ આવ્યો હતો.

ઉર્વશી ધોળકિયા ‘બિગ બોસ-6’માં પણ ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા બની હતી.

ગુજરાતી પિતા અને પંજાબી માતાના ઘરમાં જન્મેલી ઉર્વશીના લગ્ન લગભગ 16 વર્ષની ઉંમરમાં જ થઇ ગયા હતા. તેને 2 દીકરા છે. 17 વર્ષની ઉંમરથી જ તે એક સીંગલ મધરની ભૂમિકા નિભાવે છે.

ગ્લેમરની દુનિયામાં ઉર્વશીએ 6 વર્ષની ઉંમરમાં જ ડેબ્યુ કર્યું હતું. ઉર્વશી લક્સ સાબુની જાહેરાતમાં એક્ટ્રેસ રેવતી સાથે નજર આવી હતી.

આ બાદ દૂરદર્શન ઉપર પ્રસારિત થતી મશહૂર કોમેડી સીરિયલ ‘દેખ ભાઈ દેખ’ માં ઉર્વશીને કામ મળ્યું હતું. આ શોમાં તેને ‘શિલ્પા’નો રોલ નિભાવ્યો હતો.

‘દેખ ભાઈ દેખ’ બાદ ઉર્વશીએ ‘વક્ત કી રફ્તાર’ માં પણ કામ કર્યું હતું. આ બાદ ‘ઘર એક મંદિર’, ‘કભી સૌતન કભી સહેલી’ અને ‘કહી તો હોગા’ જેવા શોથી ઉર્વશીની કરિયરને ચાર ચાંદ લાગી ગયા હતા.

વર્ષ 2017માં ઉર્વશીએ ‘ચંદ્રકાંતા’ સીરિયલમાં પણ કામ કર્યું હતું. આ શોમાં તે રાની ઈરાવતી બની હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.