ફિલ્મી દુનિયા

રૂપસુંદરી ઉર્વશી રૌતેલાની 10 તસ્વીરોએ મચાવ્યો હતો કહેર, માલદીવમાં બોલ્ડ બિકીનીમાં મચાવી ધૂમ

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે પોતાના બોલ્ડ અંદાજ માટે પણ ખૂબ જ જાણીતી છે. કેટલાક દિવસો પહેલા માલદીવ વેકેશન માણવા ગઈ હતી, એ સમયની કેટલીક તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઉર્વશીના માલદીવ વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

તાજેતરમાં જ ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં તે માલદીવમાં સાગર કિનારે બ્લુ બિકીનીમાં ફોટોશૂટ કરાવતી નજરે પડે છે. આ ફોટોમાં ઉર્વશી સમુદ્ર કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

આ તસ્વીર શેર કર્તાની સાથે જ ઉર્વશીએ લખ્યું – માલદીવનું પાણી મારી માટે ભૂરું છે અને મેં બ્લુ બિકીની પણ પહેરી છે. પેરેડાઇઝમાં એક નાનું વેકેશન મનાવી રહી છું. આ સાથે જ ઉર્વશી અંડરવોટર ડાઇવિંગ પણ એન્જોય કરતી જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

આ બધી જ તસ્વીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ઉર્વશીની આ બધી જ તસ્વીરો તેના ચાહકોને પસંદ આવી રહી છે અને તેના ચાહકો ખૂબ જ રિએક્ટ કરી રહયા છે અને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશીના આ વેકેશન પર તે પોતાના માતાપિતા સાથે ગઈ હતી. તેના આ વેકેશનની તસ્વીરો જોઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેને પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવ્યો છે.

Image Source

એક તસ્વીરમાં ઉર્વશી તેની માતા સાથે રાફ્ટિંગ કરતી દેખાઈ હતી. આ વેકેશન પર તેને ખૂબ જ મસ્તી કરી છે.

Image Source

ઉર્વશીની ફિલ્મો વિશે વાત કરીએ તો ઉર્વશી ગયા વર્ષે મલ્ટી-સ્ટાર ફિલ્મ પાગલપંતીમાં જોવા મળી હતી. આ સિવાય તેનું તાજેતરમાં જ એક સોન્ગ રિલીઝ થયું છે. આ સૉન્ગને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

Image Source

ફિલ્મો કરવા માટે આતુર ઉર્વશીનું કહેવું છે કે ‘મને ખબર છે કે મેં અત્યાર સુધીમાં પોતાની પૂરી ક્ષમતાનો ઉપયોગ નથી કર્યો. મને એવું લાગે છે કે હું ઘણું બધું કરી શકું છું. પણ અત્યાર સુધીમાં એવું થયું નથી.

Image Source

મારામાં ખૂબ જ ટેલેન્ટ છે. હાલ હું માત્ર પ્રોજેક્ટ્સ જોઈ રહી છું જેથી હું મારા ટેલેન્ટને સારી રીતે વાપરી શકું. એક કલાકાર માટે યોગ્ય પ્રોજેક્ટ્સની પસંદગી ખૂબ જ જરૂરી છે, જેથી એ પોતાની સંપૂર્ણ પ્રતિભાનું પ્રદર્શન કરી શકે છે.’

Image Source

જણાવી દઈએ કે ઉર્વશીએ 15 વર્ષની વયે મોડેલિંગની શરૂઆત કરી હતી અને મિસ યુનિવર્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. તેણે સની દેઓલની ‘સિંહ સાહેબ ધ ગ્રેટ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

આ પછી તે ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’માં પણ જોવા મળી હતી. આ પછી, ઉર્વશીએ ‘હેટ સ્ટોરી 4’ માં પોતાની બોલ્ડ અને હોટ એક્ટિંગથી બધાને ફેન બનાવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.