ખબર

અનલોક 2.0માં મળી શકે છે મોટી રાહત, ગુજરાત સરકાર દ્વારા આ 2 નિયમોમાં આપવામાં આવ્યા સંકેત

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું ત્યારબાદ ધીમે ધીમે થોડી થોડી છૂટછાટ મળતી થઇ અને આ મહિનામાં અનલોક 1 પણ જાહેર થયું જેની અંદર ઘણીબધી છૂટછાટ આપવામાં આવૈ હતી. અનલોક 2.0 જુલાઈ મહિનાની પહેલી તારીખથી આવી રહ્યું છે, તો આ માટે સરકાર થોડી વધુ છૂટછાટ આપવા તરફ વિચારી રહી છે.

Image Source

સમાજના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો તરફથી થઈ રહેલા દબાણને પગલે ગુજરાત સરકાર અનલોક 2.0માં વધારાની છૂટછાટો આપી શકે છે. અનલોક 2.0ને લઈને રાજ્ય સરકાર સામે કરવામાં આવેલી બે મુખ્ય માગણીઓમાં- દુકાનો-ધંધાકીય એકમો ખુલ્લા રાખવાના કલાકો વધારવા અને રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડવાનો સમાવેશ થાય છે.

દુકાન-ધંધાકીય એકમો નિશ્ચિત સમય કરતાં વધુ ખુલ્લા રાખવા અને રાત્રિ કર્ફ્યૂનું ઉલ્લંઘન કરવા પર પોલીસ તરફથી ‘હેરાનગતિ’ થતી હોવાની ફરિયાદો ઘણાં લોકો તરફથી મળી છે.

Image Source

હાલના અનલોક 1.0 દરમિયાન સરકારે દુકાનો અને ધંધાકીય એકમોને સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાની છૂટ આપી છે. અને રાત્રે 9થી સવારના સવારના 5 વાગયા સુધી કર્ફ્યુ રાખવામાં આવ્યો છે જેના કારણે રાત્રે બહાર નીકળતા લોકોને પોલીસ દ્વારા થતી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, વળી રાત્રે બસમાં મુસાફરી કરીને 9 વાગ્યા પછી આવતા લોકોને પણ હેરાનગતિ ભોગવવી પડે છે જેના કારણે સરકાર પાસે કર્ફ્યુમાં થોડી વધુ છૂટછાટ આપવા માટેની અપીલ કરવામાં આવી હતી.

તો આ ઉપરાંત હોટેલ, જિમ અને રેસ્ટોરન્ટના માલિકોએ પણ સમયમાં વધુ છુટછટો મળે તે માટે અપીલ કરી છે કે કારણે 7 વાગ્યા પછી આ એકમો બંધ થતા હોવાના કારણે તેમને આર્થિક નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. માટે સરકાર આ બાબતમાં પણ વધુ છૂટછાટ આપી શકે છે.

Image Source

હોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયમાં મોટું આર્થિક નુકશાન થવાના કારણે ગુજરાત ટ્રેડર્સ (GTF)ના પ્રમુખે જયેન્દ્ર તન્નાએ જણાવ્યું છે કે: “બળજબરીથી દુકાનો બંધ કરાવવાના ડરે હવે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રિટેલરો 6 વાગ્યે જ દુકાનો બંધ કરી દે છે. અનલોક 1.0 પૂરું થવાને એક અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે સરકારે દુકાનો મોડે સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવી જોઈએ તેમજ રાત્રિ કર્ફ્યૂ પણ હટાવી લેવો જોઈએ.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.