તુર્કીના નેવસીહરમાં થોડા વર્ષો પહેલા જુના ઘરો તોડીને નવા ઘરો બનાવવા માટે જગ્યાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે મશીનો બીજા ઈમારતોને તોડવા માટે મશીનનો ઉપયોગ કરતી હતી. ત્યારે અચાનક જ એક મશીન જમીનમાં કોઈ ચીઝ સાથે અથડાય છે. ત્યારે એંજીનીયરો જોવા માટે જાય છે. જયારે મજુર કાટમાળ ખસેડવાનો શરૂ કરે છે. ત્યારે ચોંકી ઉઠે છે. કારણકે જમીનના પથ્થરો વચ્ચે એક સુરંગનુમા રસ્તો નજરે પડે છે. ત્યારબાદ ફરી કાટમાળ હટાવતા સુરંગનો કોઈ છેંડો જ નજરે નથી આવતો.

ત્યારબાદ રડારથી ખબર પડે છે કે, સુરંગ લગભગ 7 કિલોમીટર લાંબી છે. સુરંગના રસ્તેથી એન્જીનીયર રસ્તાથી આગળ વધે છે. ત્યારે આગળનો નજારો જોઈને હોશ ઉડી જાય છે. કારણકે ત્યાં જમીનમાં એક શહેરના અવશેષો જોવા મળ્યા હતા. જે લગભગ 5 હજાર વર્ષ પહેલા વસાવવામાં આવ્યું હતું. જણાવી દઈએકે આ શહેરની શોધ કરવામાં નથી આવી પરંતુ અચાનકથી મળી ગયો છે. આ શહેરની વસવાટ જોઈને વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદના હેરાન થયા છે.

તુર્કીના એક સમાચાર પત્રના સર્વેક્ષણના જાણવા મળ્યું હતું કે, આ શહેર લગભગ 5 હજાર વર્ષ પહેલા જમીનની નીચે વિદેશી આક્રમણની બચવા માટે આ શહેરને વસાવ્યું હશે તેનો અંદાજો લગાવી શકાય. તો બીજી તરફએ પણ અંદાજો લગાવી શકાય કે જયારે તુર્કીમાં પ્રાચીન ઓટોમનનો સામ્રાજ્ય હતું. ત્યારે આ શહેર વસ્યું હોય. આ શહેર જમીનથી લગભગ 371 ફૂટ નીચે 50 લાખ ફૂટ વર્ગમાં ફેલાયું હતું, આ શહેરમાં ઘર, શેરીઓ અને રસ્તાઓના નિર્માણ પણ બહુજ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવ્યા હતા.

આ શહેરમાં ઘણા ગુપ્ત રસ્તાની પણ ભાળ મળી છે. જેનો ઉપયોગ આપાતકાલીન સમયમાં બહાર નીકળવા માટે કરવામાં આવ્યો હશે, તો ખંઢેરોમાં બહુમાળીય ઇમારતો પણ મળી હતી. જેમાં અલગ રસોડું, ઉપર જવા માટે સીધી અને ભરાવદાર સીડીઓ, બાથરૂમ, પથ્થરની ચકીઓ પાણીની લાઈનો અને દીવા રાખવા માટેના સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ શહેરમાં લગભગ 20 હજાર લોકો રહેતા હતા.

પુરાતત્વવિદ આ શહેર સંબંધિત ઘણી માહિતી માટે નિરીક્ષણ કરી રહ્યા છે. પરંતુ શહેરની નીચેની માટી જ એવી છે કે નુકસાન પહોંચવાની સંભાવના છે. આ કારણે આ કામ વિશેષ દળને સોંપવાની તૈયારીમાં છે. આ બાબતની જાણકારી માટે રડાર મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks