ઉમર પ્રમાણે કેટલું હોવું જોઈએ શરીરનું વજન? આ પ્રશ્નનો જવાબ જાણો આ લેખમાં

0
7

આપણે આપણી ફિટનેસને લઈને વધુ કાળજીપૂર્ણ હોઈએ છીએ, વધતી જતી ઉંમરની સાથે વધતા વજનથી ઘણા બધા લોકો પરેશાન હોય છે. આજના આ ફાસ્ટફૂડ યુગમાં વજન બહુ ઝડપથી વધવા લાગ્યું છે, વળી અત્યારનું કામ પણ એવું છે કે જેમાં મહેનત તો છે પરંતુ પરસેવો નહીં થાય. કેટલાક લોકોને બેઠા બેઠા કામ કરવાનું હોવાના કારણે પણ વજન વધવાની સમસ્યાઓ રહેતી હોય છે.

Image Source

ઉંમરની સાથે સાથે આપણી હાઈટ પ્રમાણે પણ વજન યોગ્ય હોવું જરૂરી છે. ઘણા લોકોને આપણે જોઈએ છીએ જેમની હાઈટ તો વધારે હોય પરંતુ વજન સાવ ઓછું અને ઘણાની હાઈટ ઓછી હશે પરંતુ વજન ખુબ વધારે. આજકાલ લોકો વધત વજનને રોકવા માટે અલગ અલગ ડાયેટ પ્લાન વાપરતાં હોય છે. જિમ યોગા કરતાં હોય છે. આજે સૌ કોઈને ફિટ અને સ્લિમ રહેવું ગમે છે તો ચાલો આજે અમે તમને તમારી હાઈટ અને ઉંમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ એ જણાવીએ : છોકરા અને છોકરીઓની બંનેની ઉંમર પ્રમાણે અને ઊંચાઈ પ્રમાણે વજન અલગ અલગ હોય છે.

Image Source

ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ ?
બાળક જન્મે તેની સાથે જ તેનું વજન કરવામાં આવે છે. મોટાભાગે ડોક્ટરોના કહેવા અનુસાર નવા જન્મેલા બાળકમાં છોકરાનું વજન 3.3 કી.ગ્રા અને છોકરીનું વજન 3.2 કી.ગ્રા. હોવું જોઈએ.  બાળકની ઉંમર જયારે 6 થી 8 મહિનાની હોય ત્યારે છોકરાનું વજન 6 કી.ગ્રા. અને છોકરીનું 5.4 કી.ગ્રા. હોવું જોઈએ. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ વજનમાં પણ વધારે થવો જોઈએ.

Image Source

9 થી 11 મહિનામાં છોકરો 9.2 કી.ગ્રા ને છોકરીનું 8.6 કી.ગ્રા.
1 વર્ષ માટે છોકરોનું 9.2 કી.ગ્રા અને છોકરીનું 8.6 કી.ગ્રા.
2 વર્ષ માટે છોકરોનું 13.3 કી.ગ્રા અને છોકરીનું 11.8 કી.ગ્રા.

3-4 વર્ષ માટે છોકરોનું 16 કી.ગ્રા અને છોકરીનું 14 કી.ગ્રા.
5-6 વર્ષ માટે છોકરોનું 18.7 થી 2.7 કી.ગ્રા અને છોકરીનું 17.7 થી 19.5 કી.ગ્રા.
7-8 વર્ષ માટે છોકરોનું 22-25 કી.ગ્રા અને છોકરીનું 21.8 થી 24.8 કી.ગ્રા.

9-10 વર્ષ માટે છોકરોનું 28.1 થી 31.4 કી.ગ્રા અને છોકરીનું 28.5 થી 32.5 કી.ગ્રા.
11-12 વર્ષ માટે છોકરોનું 32.2 થી 37 કી.ગ્રા અને છોકરીનું 33.7 થી 38.7 કી.ગ્રા.
13-14 વર્ષ માટે છોકરોનું 40.9 થી 47 કી.ગ્રા અને છોકરીનું 44 કી.ગ્રા. થી 48 કી.ગ્રા

15-16 વર્ષ માટે છોકરોનું 54 થી 58 કી.ગ્રા અને છોકરીનું 52 થી 53 કી.ગ્રા
17-18 વર્ષ માટે છોકરોનું 62.7 થી 65 કી.ગ્રા અને છોકરીનું 54 થી 55 કી.ગ્રા.
19 થી 29 વર્ષ માટે છોકરોનું 83.4 કી.ગ્રા અને છોકરીનું 73.4 કી.ગ્રા.

30 થી 39 વર્ષ માટે છોકરોનું 90.3 કી.ગ્રા અને છોકરીનું 76.7 કી.ગ્રા.
40 થી 49 વર્ષ માટે છોકરોનું 90.9 કી.ગ્રા અને છોકરીનું 76.2 કી.ગ્રા.
50 થી 60 વર્ષ માટે છોકરોનું 91.3 કી.ગ્રા અને છોકરીનું 77 કી.ગ્રા.
30 થી 39 વર્ષ માટે છોકરોનું 90.3 કી.ગ્રા અને છોકરીનું 76.2 કી.ગ્રા.

Image Source

વજન પ્રમાણે ઉમ્મરની સાથે સાથે આપણી ઊંચાઈ પ્રમાણે પણ માપસર વજન હોવું ખુબ જ જરૂરી છે. જો ચાલો જાણીએ ઊંચાઈ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ.

તો આ રીતે વજન અને ઊંચાઈ પ્રમાણે તમારું વજન હોવું આવશ્યક છે, છતાં પણ જો તમારું વજન આપેલા વજન મુજબ નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે દરેક માણસના શરીરની રચના અલગ અલગ હોય છે જેને અનુરૂપ વજન સાથે ઊંચાઈ અને ઉંમર થોડા આસપાસ હોય છે. પરંતુ જો તમે ફિટ અને સ્ટ્રોંગ હોવ તો તમારે ચણતા કરવાની જરૂર નથી.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here