સૈનિકોએ પાર કરી બધી મર્યાદા ! 4 વર્ષના બાળક સામે તેના પિતાની હત્યા કરી અને માતા સાથે કર્યો રેપ

રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયાને 33 દિવસ થઈ ગયા છે. આ હોવા છતાં, યુદ્ધવિરામની કોઈ શક્યતા જણાતી નથી. બંને દેશોના પ્રતિનિધિઓ ચોક્કસપણે તુર્કીમાં શાંતિ વાટાઘાટો કરી રહ્યા છે, પરંતુ તેના અપેક્ષિત પરિણામની આશા ઓછી છે. આ દરમિયાન બ્રિટિશ મીડિયાએ દાવો કર્યો છે કે રશિયન સૈનિકોએ યુક્રેનિયન મહિલા પર નશાની હાલતમાં ગેંગરેપ કર્યો હતો. આ ભયાનક ઘટનાની થોડી મિનિટો પહેલા રશિયન સૈનિકોએ મહિલાના પતિની ગોળી મારીને હત્યા કરી હતી. એટલું જ નહીં, તે મહિલાનું ચાર વર્ષનું બાળક પણ નજીકના બોઈલર રૂમમાં રડતી વખતે આ જોઈ રહ્યું હતું.

યુક્રેનની નેતા મારિયાએ કહ્યું- “કિવની આ મહિલાનો બાળકની સામે બળાત્કાર કરવામાં આવ્યો હતો.” તેમણે કહ્યું કે અમે આ મામલે શાંત રહીશું નહીં. આખરે એ બાળકના મનમાં શું વીત્યું હશે, જેની સામે તેની માતા સાથે આવું કરવામાં આવ્યું છે. મહિલાએ કહ્યું કે 9 માર્ચે અંધારા પછી, એક રશિયન કમાન્ડર અને એક સૈનિક કિવ નજીકના નાના ગામ શેવચેન્કોવમાં તેના ઘરમાં બળજબરીથી ઘૂસી ગયા. તેઓએ તેના પતિને ઘરમાં ગોળી મારી અને તેની હત્યા કરી નાખી. મહિલાએ જણાવ્યું કે કમાન્ડરની સાથે આવેલા રશિયન સૈનિકે તેના માથા પર બંદૂક તાકી અને થૂંક્યું.

યુક્રેનિયન સાંસદ મારિયા મેજેંટસેવા

તેણે કહ્યું કે તુ ચૂપ રહે નહિ તો હું તારા બાળકને લાવી તેની માંના દિમાગને ઘરની ચારે બાજુ ફેલાયેલુ બતાવું. ત્યારબાદ બે રશિયન સૈનિકોએ તેના પર કલાકો સુધી બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ જણાવ્યું કે આ દરમિયાન તેનું બાળક બોઈલર રૂમમાં બેસીને રડી રહ્યું હતું. યુક્રેનિયન મહિલાએ કહ્યું કે રશિયન સૈનિકે બંદૂક બતાવી અને તેને કપડાં ઉતારવા કહ્યું. ત્યારબાદ બંનેએ એક પછી એક બળાત્કાર ગુજાર્યો. મારો પુત્ર બોઈલર રૂમમાં રડતો હતો તેની તેમને પરવા નહોતી. તેણે મને કહ્યું કે તેને બંધ કરી અને પાછી આવ. આખો સમય તેઓ મારા માથા પર બંદૂક પકડીને પૂછતા હતા કે અમે તમારા બાળકને મારી નાખીએ કે છોડી દઈએ.

બળાત્કાર કર્યા પછી બંને રશિયન સૈનિકો પાછા ગયા અને 20 મિનિટ પછી પાછા આવ્યા અને ફરીથી બળાત્કાર કર્યો. આ બંને સૈનિકો ત્રીજી વખત મહિલા પર બળાત્કાર કરવા પાછા આવ્યા, પરંતુ આ વખતે તેઓ એટલા નશામાં હતા કે તેઓ ડઘાઈ ગયા અને અંતે સૂઈ ગયા. જે બાદ મહિલા તેના બાળક પાસે ગઇ. મહિલા બોઈલર રૂમમાં ગઈ અને તેના બાળકને લઈને ભાગી ગઈ. મહિલાએ જણાવ્યું કે તે તેના ઘરેથી પશ્ચિમ યુક્રેનિયન શહેર ટેર્નોપિલ ભાગી ગઈ હતી. આ શહેરમાં યુક્રેનિયન સત્તાવાળાઓએ મહિલાને જરૂરી તબીબી સહાય આપી.

Shah Jina