કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાયો છે, પરંતુ હાલ બ્રિટેનમાં મળી અવાયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી આખી દુનિયા ભયભીત છે. કોરોનાના મળી આવેલા આ નવા સ્ટ્રેનના કારણે ઘણા દેશોએ બ્રિટનથી આવતી ફલાઇટ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતે પણ 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવનારી ફલાઇટ ઉપર પ્રતિબંધ મુક્યો હતો, પરંતુ હવે આ પ્રતિબંધને વધારી દેવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા બુધવારના રોજ બ્રિટનથી આવનારી તમામ ફલાઇટ ઉપર પ્રતિબંધ વધારીને 7 જાન્યુઆરી સુધી કરી દેવાનો નિર્ણય કર્યો છે. પહેલા આ પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધીનો હતો, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા આ પ્રતિબંધમાં વધારો કરવામાં આવ્યો છે.
Total of 20 persons have been found with the mutant variant of SARS- CoV-2 virus reported from the United Kingdom. These include the six persons reported earlier (3 in NIMHANS, Bengaluru, 2 in CCMB, Hyderabad and 1 in NIV, Pune): Ministry of Health and Family Welfare pic.twitter.com/JR0gZ1RiNH
— ANI (@ANI) December 30, 2020
બ્રિટનથી મળી આવેલા નવા કોરોના વાયરસના સ્ટ્રેનના 14 કેસ સામે આવ્યા હતા. સૌથી પહેલા બ્રિટનથી આવેલા લોકોમાંથી 6 લોકો આ નવા સ્ટ્રેનના સંક્રમિત મળી આવ્યા હતા. પરંતુ હવે દેશની અંદર તેની સંખ્યા વધીને 20 થઇ ગઈ છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસનું આ નવું વેરિયેન્ટ 20 ટકા વધારે સંક્રમિત કરી શકે છે.