આ સ્વરૂપવાન અભિનેત્રી સાથે ટેક્સી ડ્રાઈવરે કરી ગંદી હરકત, ગાડીમાંથી માર્યો ધક્કો અને પછી…

0

કોલકાતામાં એક બંગાળી ટેલિવિઝન અભિનેત્રીએ ટેક્સી ચાલક પર આરોપ લગાવ્યા છે કે જયારે તે શૂટ માટે જઈ રહી હતી ત્યારે ટેક્સીના ડ્રાઈવરે તેને ગાડીમાંથી ધક્કો મારીને બહાર કાઢી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે.

બંગાળી સિરિયલની પ્રખ્યાત અભિનેત્રી સ્વસ્તિકા દત્તએ આ ઘટનાને પોતાની એક ફેસબૂક પોસ્ટમાં જણાવી છે અને સાથે જ ડ્રાઇવરનો ફોટો પણ શેર કર્યો છે. સ્વસ્તિકા દત્તએ જણાવ્યું કે તેને બુધવારે સવારે પોતાના ઘરેથી સ્ટુડિયો જવા માટે કેબ બુક કરાવી હતી. તેને બૂકીન્ગનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. અને તેને કહ્યું કે તેના મુકામ પર પહોંચવા પહેલા જ અધ્વચ્ચે ડ્રાઈવરે ટ્રીપ કેન્સલ કરી દીધી હતી.

 

View this post on Instagram

 

Just the Lal-Dupatta❤️❤️ #summer_vibes☀️ #goodmorning🌞 #lets_start_expressing #lets_start_the_day🎥

A post shared by Swastika Dutta (@swastika023) on

સ્વસ્તિકાએ પોતાના ફેસબૂક પર ડ્રાઇવરનો ફોટો, કેબની નંબર પ્લેટ અને ડ્રાઇવરનો ફોન નંબર શેર કરીને લખ્યું, ‘જમશેદ નામક આ વ્યક્તિએ મને મારી લોકેશન પરથી પીક કર્યા બાદ અચાનક જ રસ્તાની વચ્ચે ટ્રીપ કેન્સલ કરી દીધી અને મને કેબમાંથી ઉતરી જવા કહ્યું. મેં કેબમાંથી ઉતરવાની ના પાડી તો ડ્રાઈવરે ગાડી વાળી લીધી અને પોતાના વિસ્તારમાં લઇ જઈને ઉભી રાખીને મારી સાથે દુર્વ્યવહાર કર્યો. એ ગાડીમાંથી ઉતર્યો, દરવાજો ખોલ્યો અને મને ખેંચીને બહાર કાઢી. આ પછી હું લોકોની મદદ માંગવા લાગી તો તેને મને ધમકી આપી અને બીજા છોકરાઓને પણ બોલાવ્યા. ડ્રાઈવરે મને બંગાળીમાં કહ્યું, જે કરવું હોય તે કરી લે, હું પણ જોઉં શું કરી શકે છે.’

તેને પોતાના શૂટિંગ માટે મોડું થતું હતું અને તેને ત્યાંથી નીકળવાનું હતુ. એટલે તેને પોતાના પિતાને ફોન કર્યો અને બધી જ વાત જણાવી અને તેના પિતા તેને સ્ટુડિયો લઇ ગયા અને શૂટિંગ પતાવીને તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી.

આ ઘટના ઈએમ બાયપાસ પાસે સવારે 8-15થી 8-45ની વચ્ચે ઘટી હતી. અભિનેત્રીએ કહ્યું, ‘મારી સાથે દુર્વ્યવહાર થયો અને હું હજુ પણ શોકમાં છું. મારી સાથે આવું પહેલા ક્યારેય નથી થયું.’ ફરિયાદના આધારે પોલીસે જમશેદ નામના આ ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. ત્યારે ઉબરના પ્રવક્તાએ કહ્યું કે આ ઘટના ખૂબ જ ચિંતાજનક હતી.


ગયા મહિને આવી જ ઘટના ઘટી હતી, જેમાં કેટલાક યુવકોએ પૂર્વ મિસ યુનિવર્સ અને પ્રખ્યાત મોડલ ઉશોષી સેનગુપ્તા સાથે દુર્વ્યવહાર કર્યો હતો.તેમને પણ આ ઘટના વિશે ફેસબૂક પર પોસ્ટ કરી હતી. આ મુદ્દે પોલીસે 7 યુવકોની ધરપકડ કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here