થોડા દિવસ પહેલા મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહારથી એક સંદિગ્ધ કાર મળી આવી હતી, જેની અંદર વિસ્ફોટક ભરેલું હતું સાથે મુકેશ અંબાણીને એક ધમકી ભર્યો પત્ર પણ લખવામાં આવ્યો હતો. ત્યારબાદથી જ એક બાદ એક ચોંકાવનારા ખુલાસા આવી રહ્યા છે.

રવિવારના રોજ એવો દાવો કરવામાં આવ્યો હતો કે આતંગી સંગઠન જૈશ-ઉલ-હિન્દ દ્વારા વિસ્ફોટક રાખવામાં આવ્યાની જવાબદારી લેવામાં આવી હતી, પરંતુ હવે આ મામલામાં એક બીજી ટ્વીટ સામે આવી છે. જેમાં જૈશ-ઉલ-હિન્દ દ્વારા મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાથી ઈનકાર કરી દેવામાં આવ્યો છે.

ઇન્ડિયા ટૂડેની ખબર પ્રમાણે મુંબઈ પોલીસે અધિકારીક રીતે જૈશ-ઉલ-હિન્દના એક બૅનરને શેર કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે સંગઠને અંબાણીને કોઈ ધમકી નથી આપી અને મીડિયામાં આવેલી ખબરો ખોટી છે.

મુંબઈ પોલીસ દ્વારા જે બેનર રજૂ કરવામાં આવ્યું છે તેના પ્રમાણે આતંકી સંગઠને કહ્યું છે કે તે ક્યારેય પણ કુફ્રો પાસેથી પૈસા નથી લેતા અને તેમની મુકેશ અંબાણી સાથે કોઈ લડાઇ પણ નથી. આ બેનરની ઉપર લાખવમાં આવ્યું છે કે, “અંબાણીને જૈશ-ઉલ-હિન્દથી કોઈ ખતરો નથી.” આ બેનરમાં એમ પણ લખવામાં આવ્યુંછે કે”અમારી લડાઈ બીજેપી અને આરએસએસના ફાસીવાદ સાથે છે.”

પોલીસ હજુ આ મામલાની ઊંડાણથી તપાસ કરી રહી છે. તો રવિવારે મળેલી ટેલિગ્રામ એપ ઉપરની ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું હતું કે, “અંબાણીના ઘરની પાસે એસયુવી ઉભી કરવા વાળો યોગ્ય જગ્યાએ પહોંચી ગયો છે. આ ફક્ત ટ્રેલર હતું અને આખું પિક્ચર આવવાનું હજુ બાકી છે.”

એટલું જ નહિ આ લેટરમાં અખલાકની હત્યા, ગુજરાતના દંગા અને દિલ્હીની હિંસાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પત્રમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે, “હવે તમને એ વાતની હેરાની થવી જોઈએ કે આખરે અમે કોણ છીએ ? અમે એજ અખલાક છીએ, જેને તમે એક ગાય માટે મારી નાખ્યો હતો. અમે એ લોકો છે જેને તમે દિલ્હીની હિંસામાં મારી નાખ્યા હતા. અમે એ બહેનો છીએ જેનો ગુજરાતમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. અમે તમારી રાતના ખરાબ સપના છીએ. અમે તમારા પાડોશમાં છીએ. ઓફિસમાં છીએ. તમે લોકો અમને એવી રીતે પાસ કરી દો છો જેવી રીતે કોઈ સામાન્ય માણસને. અમે દરેક જગ્યાએ છીએ. અમને તમારા જેવા પ્રોસ્ટિટ્યૂટ કારોબારીઓથી તકલીફ છે. જેને બીજેપી અને આરએસએસના હાથમાં તમારી આત્માને વેચી દીધી છે.