અજબગજબ જાણવા જેવું

80 કિલો વજન ધરાવતો કાચબો બન્યો 800 બચ્ચાઓનો પિતા, આખી પ્રજાતિ બચાવી હવે કરવા જઈ રહ્યો છે આ કામ

ધરતી પણ કેટલાય એવા જીવ-જંતુઓ છે કે જેમની પ્રજાતિ લુપ્ત થઇ ગઈ છે કે લુપ્ત થવાની કગાર પર છે. ત્યારે આવા પ્રાણીઓની પ્રજાતિઓને નષ્ટ થતી બચાવવા માટે ઘણા વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞો કેટલાય પ્રયાસો કરતા રહે છે. એવામાં એક 80 કિલો વજન ધરાવતા 100 વર્ષના એક કાચબાએ લુપ્ત થવાની કગાર પર પહોંચેલી પોતાની આખી પ્રજાતિને બચાવવા મહત્વની ભૂમિકા ભજવી છે. ડિએગો નામના આ કાચબાએ એક-બે નહિ પણ પુરા 800 બચ્ચાઓના જન્મમાં મોટી ભૂમિકા ભજવી છે.

Image Source

ડિએગો નામનો આ કાચબો ચેલોનોએડિસ હૂડેનસિસ પ્રજાતિનો છે. લગભગ 50 વર્ષ પહેલા આ પ્રજાતિના માત્ર 2 નર કાચબા અને 12 માદા કાચબા જ બચ્યા હતા. આ કાચબાઓ પ્રશાંત મહાસાગરના ગાલાપોગાસ આઇલેન્ડ પર એક વિશાલ જગ્યામાં રહેતા હતા જેના કારણે તેમની સંખ્યા વધવામાં પરેશાની આવતી હતી. તેમની સંખ્યા ન વધવાના કારણે આ પ્રજાતિ લુપ્ત થવાની કગાર પર પહોંચી ચુકી હતી.

Image Source

એવામાં આ પ્રજાતિને બચાવવા માટે 1965માં કેપ્ટીવ બ્રીડીંગ પ્રોગ્રામ અંતર્ગત બધા જ કાચબાઓને દક્ષિણ કેલિફોર્નિયાના સાંતાક્રુઝ આઇલેન્ડ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યા. આ પ્રાણી સંગ્રહાલયમાં ડિએગોને 12 માદા કાચબાઓ સાથે રાખવામાં આવ્યો. કેપ્ટીવ બ્રીડિંગની આ પહેલ કામ કરી ગઈ અને આ કાચબાઓની સંખ્યા વધીને 2000 થઇ ગઈ, જેમાંથી 40 ટકા સંખ્યા એટલે કે 800 કાચબાઓના જન્મમાં ડિએગોની ભૂમિકા રહી છે.

Image Source

લગભગ પાંચ દાયકાઓ સુધી પોતાની પ્રજાતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડિએગોને હવે આ વર્ષે માર્ચમાં સેવાનિવૃત કરી દેવામાં આવશે. સેવાનિવૃત્ત થયા બાદ એને ફરી એના ઘરે પ્રશાંત મહાસાગર સ્થિત ગાલાપોગાસ આઇલેન્ડ મોકલી આપવામાં આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.